________________
શતક-૮: ઉદ્દેશક-૧૦.
૨૬૭ ]
મોહનીયકર્મના ઉદયમાં શેષ સાત કર્મનો ઉદય અવશ્ય હોય છે. પરંતુ સાત કર્મના ઉદયમાં મોહનીય કર્મનો ઉદય વિકલ્પ હોય છે. અગિયારમા, બારમા ગુણસ્થાને સાત કર્મનો, તેરમા, ચૌદમાં ગુણસ્થાને ચાર કર્મનો ઉદય છે પરંતુ મોહનીય કર્મનો ઉદય નથી. પૂરણ-ગલનના સ્વભાવ યુક્ત અથવા અનંતગુણ હાનિવૃદ્ધિના સ્વભાવયુક્ત દ્રવ્યને પુદ્ગલ કહે છે અને પુદ્ગલ જેમાં હોય તેને પુદ્ગલી કહે છે. ૨૪ દંડકના જીવો પાસે શ્રોતેન્દ્રિયાદિ પુદ્ગલરૂપ ઇન્દ્રિય હોવાથી તેને પુદ્ગલી કહે છે. સિદ્ધના જીવમાં પૌગલિક ઇન્દ્રિય નથી પરંતુ તેમાં અનંતગુણોમાં ષ સ્થાન હાનિવૃદ્ધિ થતી હોવાથી તેને પુગલ કહે છે અથવા “પગલ' શબ્દ જીવનો પર્યાયવાચી શબ્દ છે.