________________
શતક−૮ : ઉદ્દેશક-૧૦
૫
શતક-૮ : ઉદ્દેશક-૧૦
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં અન્યતીર્થિકોના મતના નિરાકરણપૂર્વક શ્રુત અને શીલ સંબંધી ચઉમંગી; જ્ઞાનારાધના, દર્શનારાધના, ચારિત્રારાધના, તેના ભેદ, પરસ્પર સંબંધ અને તેનું સુફળ; પુદ્દગલ પરિણામ, એક જીવના પ્રદેશ; પુદ્ગલના દ્રવ્ય-દ્રવ્યદેશાદિ અપેક્ષાએ આઠ ભંગ; આઠ કર્મપ્રકૃતિ, તેનો પરસ્પર સંબંધ, પ્રત્યેક જીવ પર કર્મોનું આવરણ અને અંતે જીવને પુદ્ગલ અને પુદ્ગલી કહેવાનું કારણ વગેરે વિષયોનું પ્રતિપાદન છે.
અન્યતીથિંકોમાં કેટલાક શ્રુતને, કેટલાક શીલને અને કેટલાક શ્રુત નિરપેક્ષ શીલને અને શીલ નિરપેક્ષ શ્રુતને શ્રેષ્ઠ માને છે પરંતુ તે યથાર્થ નથી.
ચોભંગી(૧) કેટલાક પુરુષ શીલસંપન્ન છે પણ શ્રુત સંપન્ન નથી. તે તત્ત્વોને જાણ્યા વિના જ પાપથી નિવૃત્ત થાય છે. તેથી તે દેશ આરાધક છે. (૨) કેટલાક પુરુષ શીલ સંપન્ન નથી પણ શ્રુતસંપન્ન છે. તે તત્ત્વોને યચાર્થ જાણે છે. તેની શ્રદ્ધા પણ કરે છે પરંતુ ચારિત્રની આરાધના કરતા નથી, તેથી તે દેશ વિરાધક છે.(૩) કેટલાક પુરુષ શીલ સંપન્ન અને શ્રુતસંપન્ન છે. તે જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક ચારિત્રની આરાધના કરે છે તેથી તે સર્વારાધક છે.(૪) કેટલાક પુરુષ શીલ સંપન્ન કે શ્રુતસંપન્ન નથી. તે જ્ઞાન કે ચારિત્રની આરાધના કરતા નથી. તેથી તે સર્વ વિરાધક છે.
રત્નત્રયીનું નિરતિચારરૂપે પાલન કરવું તે આરાધના છે. તેના ત્રણ ભેદ છે. જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધના, પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ,
ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના– ૧૪ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનારાધનાની ઉત્કૃષ્ટ ઉચ્ચતમ તલ્લીનતા. મધ્યમ જ્ઞાનારાધના– અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનારાધનાની મધ્યમ તલ્લીનતા. જઘન્ય જ્ઞાનારાધના– પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનારાધનાની અલ્પતમ તલ્લીનતા.
ઉત્કૃષ્ટ દર્શનારાધના– જ્ઞાયિક સમ્યક્ત્વ, ઉચ્ચત્તમ આસ્થા. મધ્યમ દર્શનારાધના– ઉત્કૃષ્ટ માયોપામિક સમ્યક્ત્વ, ઔપામિક સમ્યક્ત્વ; મધ્યમ આસ્થા. જઘન્ય દર્શનારાધના— જઘન્ય શાોપરામિક સમ્યકત્વ, સામાન્ય આસ્થા અથવા સૌક્ષપ્ત રુચિ.
ઉત્કૃષ્ટ ચારિત્રારાધના— યચાખ્યાત, તેમજ ચારિત્રારાધનાની ઉત્કૃષ્ટ-ઉચ્ચતમ રુચિ. મધ્યમ ચારિત્રારાધના– સૂક્ષ્મસંપરાય અને પરિહારવિશુદ્ધ ચારિત્ર; ચારિત્રારાધનાની મધ્યમ રુચિ. જઘન્ય ચારિત્રારાધના- સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર, ચારિત્રારાધનાની સામાન્ય