________________
[ ૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
શરીરના દેશબંધક હોય છે. તેમાં વિગ્રહગતિ સમાપક જીવ, ઔદારિક સર્વબંધક અને વૈક્રિય બંધક જીવ પણ સમ્મિલિત થાય છે. તે સર્વ મળીને ઔદારિકના દેશ બંધકથી વિશેષાધિક જ થાય છે. કારણ કે તૈજસ કાર્પણના દેશબંધકમાં સમ્મિલિત થનારા જીવ ઔદારિકના દેશબંધકની તુલનામાં અલ્પ છે, માટે સંખ્યાત ગુણા(બમણા પણ) થતા નથી. તેથી વિશેષાધિક જ ઘટિત થાય છે.
(૧૦) તેનાથી વૈક્રિય શરીરના અબંધક જીવ વિશેષાધિક છે, કારણ કે વૈક્રિય શરીરના બંધક પ્રાયઃ દેવ, નારક, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જ છે. શેષ સમસ્ત સંસારી જીવ અને સિદ્ધ ભગવાન વિક્રિયના અબંધક છે. આ અપેક્ષાએ તે વિશેષાધિક છે.
-
૮
(૧૧) તેનાથી આહારક શરીરના અબંધક વિશેષાધિક છે, કારણ કે આહારક શરીરના બંધક સર્વથી થોડા છે– તેથી તેના અબંધક સર્વથી અધિક થાય છે. પાંચ શરીરના સર્વબંધક-દેશબંધકોનું અલ્પબહુત્વ :શરીર બંધક
સર્વબંધ દેશબંધ
અબંધ (૧) ઔદારિક શરીર બંધક
અનંતગુણા અસંખ્યાતગુણા વિશેષાધિક વૈક્રિય શરીર બંધક
અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા વિશેષાધિક આહારક શરીર
૧૧ બંધક
સર્વથી થોડા સંખ્યાતગુણા વિશેષાધિક (૪) તૈજસ કાર્પણ શરીર બંધક
વિશેષાધિક અનંતગુણા
૧૦
૨
નોંધ:- આ કોષ્ટકમાં ૧, ૨ આદિ અનુક્રમ પ્રમાણે અલ્પબદુત્વ જાણવું. તૈજસ-કાશ્મણ શરીર અનાદિકાલીન હોવાથી તેનો સર્વબંધ થતો નથી. તે બંને શરીર સહચારી હોવાથી તેનો બંધ કે અબંધ સાથે જ થાય છે તેથી તેનું કથન સાથે કર્યું છે.
છે શતક-૮/૯ સંપૂર્ણ છે