________________
શતક-૮: ઉદ્દેશક-૯,
૨૩
છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
(૧) આહારક શરીર ચૌદ પૂર્વધરને જ હોય છે અને તે પણ પ્રયોજનવશ જ આહારક શરીર બનાવે છે, તેમ જ સર્વબંધનો સમય એક સમયનો જ છે, તેથી આહારક શરીરના સર્વબંધક સર્વથી અલ્પ છે.
(૨) તેનાથી આહારક શરીરના દેશબંધક સંખ્યાતગુણા છે, કારણ કે તેનો કાલ અંતઃમુહૂર્તનો છે અને આહારક શરીરી મનુષ્યો સંખ્યાતા જ હોય છે અથવા આહારક શરીરના પ્રતિપદ્યમાન-વર્તમાનમાં આહારક શરીર બનાવી રહ્યા હોય તેવા જીવોને જ સર્વબંધ હોય છે. પૂર્વ પ્રતિપન્ન-જેણે આહારક શરીર બનાવેલું હોય તેવા જીવોને અંતર્મુહૂર્ત પર્યત દેશબંધ જ હોય છે. આ રીતે પ્રતિપદ્યમાન જીવો કરતાં પૂર્વપ્રતિપન્ન જીવો સંખ્યાતગુણા હોય છે. તેથી સર્વબંધક કરતા દેશબંધક જીવોને સંખ્યાતગુણા કહ્યા છે. (૩) તેનાથી વૈક્રિયશરીરના સર્વબંધક અસંખ્યાતગુણા છે, કારણ કે વૈક્રિય શરીર ચારે ગતિના જીવોને હોય છે. તેથી આહારક શરીરી કરતા વૈક્રિય શરીરી અસંખ્યાતગુણા અધિક છે. (૪) તેનાથી વૈક્રિય શરીરના દેશબંધક અસંખ્યાતગુણા છે. કારણ કે સર્વબંધથી દેશબંધનો કાલ અસંખ્યાતગુણો છે અથવા પ્રતિપદ્યમાન જીવ સર્વબંધક હોય છે અને પૂર્વપ્રતિપન્ન જીવો દેશબંધક હોય છે અને તે પ્રતિપદ્યમાનથી અસંખ્યાતગુણા છે. (૫) તેનાથી તૈજસ અને કાર્મણ શરીરના અબંધક અનંતણા છે. કારણ કે તે બંને શરીરના અબંધક સિદ્ધ ભગવાન છે. જે વનસ્પતિકાયને છોડીને શેષ સર્વ દંડકોથી અનંતગુણા છે. (૬) તેનાથી ઔદારિક શરીરના સર્વબંધક જીવ અનંતગુણા છે, કારણ કે સિદ્ધ ભગવંત કરતાં વનસ્પતિ-નિગોદના જીવ અનંતગુણા છે. સિદ્ધના જીવો નિગોદના સર્વબંધક જીવોના અનંતમા ભાગે જ હોય છે. તેથી તૈજસ-કાશ્મણના અબંધક જીવોથી ઔદારિકના સર્વબંધક જીવો અનંતગુણા છે.
(૭) તેનાથી ઔદારિક શરીરના અબંધક જીવો વિશેષાધિક છે. કારણ કે વિગ્રહગતિના જીવો, સિદ્ધના જીવો તેમજ વૈક્રિયાદિના બંધક જીવો ઔદારિક શરીરના અબંધક છે. તે જીવો ઔદારિકના સર્વબંધક જીવોથી વિશેષાધિક થાય છે કારણ કે નિગોદના જ ઉત્પધમાન-સર્વબંધક જીવોથી વાટે વહેતા-વિગ્રહ ગતિના જીવો વિશેષ છે. પ્રતિ સમયનિગોદ જીવોનો એક અસંખ્યાતમો ભાગવિગ્રહગતિમાં હોય છે. આ રીતે ઔદારિકના સર્વબંધકથી અબંધક જીવો વિશેષાધિક થાય છે. (૮) તેનાથી ઔદારિકના દેશબંધક જીવો અસંખ્યાત ગુણા છે. સર્વબંધથી દેશબંધનો સમય અસંખ્યાતગુણો છે. તેમજ પ્રતિસમય નિગોદનો અસંખ્યાતમો ભાગ વાટે વહેતો હોય છે અને તે ઔદારિક શરીરના અબંધક છે. તેથી ઔદારિકના અબંધકથી દેશબંધક અસંખ્યાત ગુણા છે. (૯) તેનાથી તૈજસ-કાશ્મણ શરીરના દેશબંધક વિશેષાધિક છે, કારણ કે સમસ્ત સંસારી જીવ તૈજસ-કાર્પણ