________________
શતક-૮: ઉદ્દેશક-૯
[ ૨૧]
પ્રશ્ન- હે ભગવન્!તૈજસ શરીરનો બંધક જીવ, કાશ્મણ શરીરનો બંધક છે કે અબંધક? ઉત્તર-હે ગૌતમ! તે બંધક છે, અબંધક નથી.
પ્રશ્ન- હે ભગવન! કાશ્મણ શરીરનો બંધક છે, તો દેશબંધક છે કે સર્વબંધક? ઉત્તર- હે ગૌતમ ! તે દેશબંધક છે, સર્વબંધક નથી. १०३ जस्स णं भंते ! कम्मगसरीरस्स देसबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! बंधए वा अबंधए वा । एवं जहा तेयगस्स वत्तव्वया भणिया तहा कम्मगस्स वि भाणियव्वा जावतेयासरीरस्स देसबंधए, णो सव्वबंधए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાશ્મણ શરીરનો દેશબંધક જીવ ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક?
ઉત્તર- હે ગૌતમ! બંધક પણ છે અને અબંધક પણ છે. આ રીતે જેમ તૈજસ શરીરનું કથન કર્યું છે, તે રીતે કાર્મણ શરીરનું પણ કથન કરવું જોઈએ. યાવતું તે તૈજસ શરીરનો દેશબંધક છે, સર્વબંધક
નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ શરીર બંધનો પરસ્પર સંબંધ પ્રરૂપિત કર્યો છે. પાંચ શરીરના બંધક અબંધક - ઔદારિક અને વૈક્રિય કે ઔદારિક અને આહારક શરીરનો એક સાથે બંધ થતો નથી અર્થાતુ ત્રણે સ્કૂલ શરીરમાંથી કોઈ પણ બે શરીરનો બંધ એક સાથે થતો નથી. તેથી ઔદારિક શરીરના બંધક જીવ વૈક્રિય અને આહારક શરીરના અબંધક હોય છે, પરંતુ ઔદારિક શરીરની સાથે તૈજસ અને કાર્પણ શરીરનો સદૈવ સંબંધ હોય છે. તે બંને શરીર અનાદિકાલીન છે. તેથી તેનો સર્વબંધ નથી. પરંતુ દેશબંધ થાય છે.
તે રીતે વૈક્રિય શરીરના બંધક જીવ પણ દારિક અને આહારક શરીરના બંધક નથી, પરંતુ તૈજસ અને કાર્પણ શરીરના દેશબંધક હોય છે.
આહારક શરીરના બંધક જીવ પણ ઔદારિક અને વૈક્રિય શરીરના બંધક નથી, પરંતુ તૈજસ અને કાર્પણ શરીરના દેશબંધક હોય છે.
તેજસ અને કાર્મણ શરીરના દેશબંધક ઔદારિક, વૈક્રિય કે આહારક શરીરના બંધક પણ હોય છે અને અબંધક પણ હોય છે. તેનું કારણ એ છે કે વિગ્રહગતિમાં તે અબંધક હોય છે, શેષ સમયમાં ત્રણે સ્કૂલ શરીરમાંથી કોઈપણ એક શરીરના બંધક હોય છે. ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક અને દ્વિતીયાદિ સમયોમાં તે દેશબંધક હોય છે.