________________
૨૬૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
जहेव ओरालिएणं समं भणियं तहेव भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! આહારક શરીરના સર્વબંધક જીવ, દારિક શરીરના બંધક છે કે અબંધક?
ઉત્તર- હે ગૌતમ! તે બંધક નથી, અબંધક છે, આ રીતે વૈક્રિય શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ. તેજસ અને કાર્મણ શરીરના વિષયમાં, જેમ દારિક શરીરના વિષયમાં કહ્યું તેમ જાણવું. १०१ जस्स णं भंते ! आहारगसरीरस्स देसबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! णो बंधए, अबंधए । एवं जहा आहारगस्स सव्वबंधेणं भणियं तहा देसबंधेण वि भाणियव्वं जाव कम्मगस्स । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીરના દેશબંધક જીવ, શું ઔદારિક શરીરના બંધક છે કે અબંધક ?
ઉત્તર– હે ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે. આ રીતે જેમ આહારક શરીરના સર્વબંધના વિષયમાં કહ્યું, તેમજ દેશબંધના વિષયમાં પણ કાર્પણ શરીર સુધી કથન કરવું જોઈએ. १०२ जस्स णं भंते ! तेयासरीरस्स देसबंधे से णं भंते ! ओरालियसरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! बंधए वा, अबंधए वा । जइ बंधए किं देसबंधए, सव्वबंधए ? गोयमा ! देसबंधए वा, सव्वबंधए वा । वेउव्वियसरीरस्स किं बंधए, अबंधए ? गोयमा ! एवं चेव । एवं आहारगसरीरस्स वि । कम्मगसरीरस्स किं बंधए, अबंधए ? गोयमा ! बंधए, णो अबंधए । जइ बंधए किं देसबंधए, सव्वबंधए ? गोयमा ! देसबंधए, णो सव्वबंधए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીરના દેશબંધક જીવ, દારિક શરીરના બંધક છે કે અબંધક? ઉત્તર- હે ગૌતમ ! તે બંધક પણ છે અને અબંધક પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! જો તે ઔદારિક શરીરનો બંધક છે, તો દેશબંધક છે કે સર્વબંધક? ઉત્તર- હે ગૌતમ! તે દેશબંધક પણ છે અને સર્વબંધક પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીરનો બંધક જીવ, વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક? ઉત્તરહે ગૌતમ ! ઔદારિક શરીરના કથન અનુસાર વૈક્રિય શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ. તે જ રીતે આહારક શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ.