________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૪૫
તૈજસ શરીર પ્રયોગ બંધ:- તેજસ શરીરના વ્યાપારથી થતા બંધને તૈજસ શરીર પ્રયોગબંધ કહે છે. તૈજસ શરીર ચારે ગતિના પ્રત્યેક સંસારી જીવને હોય છે. તેથી જીવના સર્વ ભેદ-પ્રભેદ અનુસાર તેના ભેદ પ્રભેદ જાણવા જોઈએ. સ્થિતિ -તૈજસ શરીર અનાદિ છે. તેથી તેનો સર્વબંધ નથી. તેનો દેશબંધ જ થાય છે. તૈજસ શરીર પ્રયોગ બંધ અભવ્ય જીવોને અનાદિ-અપર્યવસિત-અનંત હોય છે અને ભવ્ય જીવોને અનાદિ-સપર્યવસિત-સાત હોય છે. અંતર :- તૈજસ શરીર સર્વ સંસારી જીવોને સદેવ હોય છે, અયોગી અવસ્થામાં તૈજસ શરીર પ્રયોગ બંધનો અંત થાય છે. ત્યારપછી તે જીવ સિદ્ધ થાય છે. તેથી તેનું અંતર નથી.
અલ્પબહત્વઃ- તૈજસ શરીરના અબંધક સિદ્ધના જીવ અને ચૌદમાં ગુણસ્થાન વર્તી જીવ હોય છે. તેથી તે સર્વથી અલ્પ છે. તેથી દેશબંધક અનંતગુણા છે કારણ કે તૈજસ શરીર સમસ્ત સંસારી જીવોને હોય છે. સંસારી જીવો સિદ્ધોથી અનંતગુણા છે. કાર્મણ શરીર પ્રયોગ બંધ:७४ कम्मासरीरप्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते?
गोयमा ! अट्ठविहे पण्णत्ते,तं जहा- णाणावरणिज्ज-कम्मासरीस्पओगबंधे, जाव अंतराइय-कम्मासरी-पओग-बंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાશ્મણ શરીર પ્રયોગ બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! આઠ પ્રકાર છે. યથા- જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધ કરાવતુ અંતરાય કાર્પણ શરીર પ્રયોગ બંધ. ७५ णाणावरणिज्ज-कम्मासरी-पओगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं?
गोयमा !णाण-पडिणीययाए, णाणणिण्हवणयाए, णाणंतराएणं,णाणप्पओसेणं, णाणच्चासायणयाए, णाण-विसंवायणाजोगेणं, णाणावरणिज्ज-कम्मासरीरपओगणामाए कम्मस्स उदएणं णाणावरणिज्ज-कम्मासरी-पओगबंधे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) જ્ઞાનના વિરોધી થવાથી (૨) જ્ઞાનનો અપલાપ કરવાથી (૩) જ્ઞાનમાં અંતરાય કરવાથી (૪) જ્ઞાનનો દ્વેષ કરવાથી (૫) જ્ઞાનની અશાતના કરવાથી (૬) જ્ઞાનના વિસંવાદ યોગ- જ્ઞાન સંબંધી વિખવાદ કરવાથી તેમજ જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધ થાય છે.