________________
[ ૨૪૬]
શ્રી ભગવતી સૂત્ર-૩ |७६ दरिसणावरणिज्ज-कम्मासरीस्प्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! दसणपडिणीययाए, एवं जहा णाणावरणिज्ज, णवरं दसणणाम घेत्तव्वं जाव दंसणविसंवायणाजोगेणं दंसणावरणिज्जकम्मासरीरप्पओगणामाए कम्मस्स उदएणं सणावरणिज्ज-कम्मासरीरप्पओगबंधे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! દર્શનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) દર્શનની પ્રત્યેનીકતા(વિરોધ)થી, વગેરે જે રીતે જ્ઞાનાવરણીય કર્મના છે કારણ કહ્યા છે, તે જ રીતે દર્શનાવરણીય કર્મના કારણ પણ જાણવા જોઈએ, પરંતુ “જ્ઞાનાવરણીય’ શબ્દના સ્થાને ‘દર્શનાવરણીય’ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. યાવત (૬) દર્શન વિસંવાદન યોગથી અર્થાત્ દર્શન સંબંધી વિખવાદ કરવાથી તેમજ દર્શનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી દર્શનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે. |७७ सायावेयणिज्ज-कम्मासरी-पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! पाणाणुकंपयाए, भूयाणुकंपयाए, एवं जहा सत्तमसए छठुद्देसए जाव अपरियावणयाए सायावेयणिज्ज-कम्मासरी-पओगणामाए कम्मस्स उदएणं सायावेयणिज्ज-कम्मासरी-पओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શાતા વેદનીય કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રાણીઓ પર અનુકંપા કરવાથી, (૧) વનસ્પતિ કાયિક જીવો પર અનુકંપા કરવાથી ઇત્યાદિ, જે રીતે સાતમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે, તે રીતે અહીં પણ કહેવું જોઈએ. કાવત્ (૧૦) પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોને પરિતાપ ઉત્પન્ન નહીં કરવાથી તેમજ શાતા વેદનીય કાર્પણ શરીર નામકર્મના ઉદયથી શાતા વેદનીય કાર્પણ શરીર પ્રયોગ બંધ થાય છે.
| ૭૮ અસાયવેયન, પુચ્છા ?
गोयमा ! परदुक्खणयाए, परसोयणयाए, जहा सत्तमसए छठुद्देसए जाव परियावणयाए असायावेयणिज्जकम्मा सरीरप्पओगणामाए कम्मस उदएणं असाया- वेयणिज्ज कम्मासरीरपओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અશાતાવેદનીય કાર્મણ શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) અન્ય જીવોને દુઃખ દેવાથી, (૨) શોક ઉત્પન્ન કરવાથી ઇત્યાદિ જે રીતે સાતમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે, તે રીતે અહીં પણ કહેવું જોઈએ યાવત (૧૨) અન્યને પરિતાપ