________________
૨૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
पओग-णामए कम्मस्स उदएणं तेयासरीर-पओगबंधे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન ! તૈજસ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સવાર્યતા, સયોગતા અને સદ્ભવ્યતા આદિ પૂર્વોક્ત આયુષ્ય પર્યંતના આઠ કારણોથી અને તૈજસ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી તૈજસ શરીર પ્રયોગબંધ થાય છે. ७० तेयासरीर-पओगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ? गोयमा !
વધે, નો સબૂકંપે ! ભાવાર્થ – પ્રશ્ર હે ભગવન્! તૈજસ શરીર પ્રયોગ-બંધનો શું દેશબંધ થાય છે, કે સર્વબંધ થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનો દેશબંધ થાય છે, સર્વબંધ થતો નથી.
७१ तेयासरीर-पओगबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેજસ શરીર પ્રયોગ બંધ કેટલા કાલ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! તેજસ શરીર પ્રયોગ બંધના બે પ્રકાર છે. યથા– (૧) અનાદિ અપર્યવસિત અને (૨) અનાદિસપર્યવસિત.
७२ तेयासरीस्पओग-बंधतरं णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! अणाइयस्स अपज्जवसियस्स पत्थि अंतरं, अणाइयस्स सपज्जवसियस्स वि णत्थि અંતર | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તૈજસ શરીર પ્રયોગબંધનું અંતર કેટલું છે ? ઉત્તર- હે ગૌતમ ! અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત, આ બંને પ્રકારના તૈજસશરીર પ્રયોગબંધમાં અંતર નથી. |७३ एएसि णं भंते ! जीवाणं तेयासरीरस्स देसबंधयाणं, अबंधगाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा तेयासरीरस्स अबंधगा, देसबंधगा अणंतगुणा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીરના દેશબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ!તૈજસ શરીરના અબંધક જીવો સર્વથી થોડા છે, તેના દેશબંધક જીવો અનંતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તૈજસ શરીર પ્રયોગ બંધની વિવિધ પ્રકારે વિચારણા કરી છે.