________________
શતક-૮ઉદ્દેશક-૯
૨૪૩ |
માટે આહારક શરીર બનાવે, તો તેના પ્રથમ સમયે સર્વબંધક થાય. આ રીતે સર્વબંધનું અંતર બે અંતર્મુહૂર્તનું થાય પરંતુ બંને અંતર્મુહૂર્તની એક જ વિવક્ષા કરીને, તેનું અંતર એક અંતર્મુહૂર્તનું કહ્યું છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે; તે અનંતકાલ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોક-દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે કારણ કે કોઈ જીવને અનંતકાલ પછી પુનઃ આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. દેશબંધનું અંતર પૂર્વવત્ જાણી લેવું જોઈએ. અલ્પબદુત્વઃ- સર્વથી થોડા આહારક શરીરના સર્વબંધક જીવ છે. કારણ કે તેનો સમય અલ્પ છે. તેથી દેશબંધક સંખ્યાતગુણા છે. કારણ કે તે સંજ્ઞી મનુષ્યોને જ હોય છે. તેથી અબંધક અનંતગુણા છે કારણ કે સિદ્ધના જીવો અને મનુષ્ય સિવાયના જીવો તેનાથી અનંતગુણા છે. (આહારક શરીર અનેક જીવોની અપેક્ષાએ પણ શાશ્વત નથી. ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. જો હોય તો સંખ્યાતા જ હોય છે.) તૈજસ શરીર પ્રયોગ બંધ - ६७ तेयासरीरप्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- एगिदिय-तेयासरीर-प्पओगबंधे, बेइंदिय- तेयासरीर-पओगबंधे जाव पंचिंदिय-तेयासरीर-पओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીર પ્રયોગ બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! પાંચ પ્રકાર છે. યથા– એકેન્દ્રિય તૈજસશરીર પ્રયોગબંધ, બેઇન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ યાવત્ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગ બંધ. ६८ एगिदिय-तेयासरीर-पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! एएणं अभिलावेणं भेओ जहा ओगाहणसंठाणे जाव पज्जत्तासव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय-कप्पाईय-वेमाणिय-देवपंचिंदिय- तेयासरीरपओगबंधे य, अपज्जत्त-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव पओगबंधे य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય તેજસ શરીર પ્રયોગબંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા “અવગાહન-સંસ્થાન પદીમાં ભેદ કહ્યા છે, તે જ રીતે અહીં પણ ક્રમથી સર્વ ભેદો કહેવા જોઈએ યાવતું પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ |६९ तेयासरीर-पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ?
गोयमा ! वीरिय-सजोग-सदव्वयाए जाव आउयं च पडुच्च तेयासरीर