________________
[ ૨૪૨]
શ્રી ભગવતી સૂત્ર-૩ ६५ आहारग-सरीर-पओग-बंधंतरं णं भंते ! कालओ केविच्चरं होइ ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालंअणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोयाअवड्ढपोग्गलपरियट्ट देसूणं। एवं देसबंधतरं पि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ-અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી કાલનું છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોક-દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાલનું હોય છે. આ જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ. ६६ एएसि णं भंते ! जीवाणं आहारगसरीरस्स देसबंधगाणं, सव्वबंधगाणं, अबंधगाण य कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा जीवा आहारगसरीरस्स सव्वबंधगा, देसबंधगा संखेज्ज- गुणा, अबंधगा अणंतगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે.
ઉત્તર-હે ગૌતમ! સર્વથી થોડા આહારક શરીરના સર્વબંધક જીવ છે, તેથી દેશબંધક સંખ્યાતગુણા છે અને તેથી અબંધક જીવો અનંતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આહારાક શરીર પ્રયોગબંધનું વિસ્તૃત વિવેચન છે. આહારક શરીર પ્રયોગબંધ:- આહારક શરીરના વ્યાપારના નિમિત્તથી થતાં બંધને આહારક શરીર પ્રયોગબંધ કહે છે. તે લબ્ધિ સંપન્ન મુનિને જ હોય છે. માટે સુત્રમાં મનુષ્ય સિવાય સર્વ જીવોમાં તેનો નિષેધ કર્યો છે. સ્થિતિઃ – આહારક શરીરનો સર્વબંધ એક સમયનો છે અને દેશબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો જ છે. કારણ કે આહારક શરીરની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે. તેથી અંતર્મુહૂર્તના પ્રથમ સમયે સર્વબંધ અને શેષ સમયે દેશબંધ હોય છે.
અંતર :- આહારક શરીરને પ્રાપ્ત થયેલો કોઈ જીવ, પ્રથમ સમયે સર્વબંધક હોય છે. અંતર્મુહૂર્ત પર્યત આહારક શરીરી રહીને, ઔદારિક શરીર પ્રાપ્ત કરે છે. ત્યાં અંતર્મુહૂર્ત રહીને, પુનઃ સંશયાદિના નિવારણ