________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૪૧ ]
पओगबंधे। एवं एएणं अभिलावेणं जहा ओगाहणसंठाणे जाव इड्डिपत्तपमत्त संजय सम्मदिट्टि-पज्जत्तसंखेज्जवासाउय-कम्मभूमियगब्भवक्कंतिय-मणुस्साहारगसरीरपओगबंधे, णो अणिड्डिपत्त-पमत्त जाव मणुस्स आहारगसरी-पओगबधे ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો આહારક શરીર પ્રયોગ બંધનો એક પ્રકાર છે, તો તે શું મનુષ્યોને હોય છે, કે અમનુષ્યોને હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! મનુષ્યોને આહારક શરીર પ્રયોગબંધ હોય છે, અમનુષ્યોને નથી. આ રીતે આ સૂત્રો દ્વારા પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા(અવગાહના સંસ્થાન) પદમાં કહ્યા અનુસાર કથન કરવું જોઈએ યાવત્ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે. પરંતુ ઋદ્ધિ અપ્રાપ્ત, પ્રમત્ત સંયત, સમ્યગુદષ્ટિ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોતું નથી. |६२ आहारगसरीर-पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ?
गोयमा ! वीरिय-सजोग-सदव्वयाए जाव लद्धिं वा पडुच्च आहारगसरीर-पओग- णामाए कम्मस्स उदएणं आहारग-सरीर-पओग-बंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સવાર્યતા, સયોગતા, સદ્ભવ્યતા આદિ લબ્ધિ પર્યતના પૂર્વોક્ત કારણોથી તથા આહારક શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી આહારક શરીર પ્રયોગ બંધ થાય છે. ६३ आहारगसरीर-पओगबंधे णं भंते ! किं देसबंधे सव्वबंधे ? गोयमा ! देसबंधे वि, सव्वबंधे वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આહારક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે, કે સર્વબંધ? ઉત્તર- હે ગૌતમ ! આહારક શરીર પ્રયોગ બંધ દેશબંધ પણ છે અને સર્વબંધ પણ છે. ६४ आहारगसरीर-पओग-बंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ? ___ गोयमा ! सव्वबंधे एक्कं समय, देसबंधे जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર પ્રયોગ બંધ કેટલા કાલ પર્યત હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! આહારક શરીર પ્રયોગ બંધનો સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત પર્યત હોય છે.