________________
[ ૨૪૦]
શ્રી ભગવતી સૂત્ર-૩
અંતર અનંતકાલનું થાય છે. તે જ રીતે દેશબંધનું અંતર થાય છે. (૪) નવમા દેવલોકથી નવ રૈવેયક - નવમા આનત દેવલોકના ૧૮ સાગરોપમની સ્થિતિવાળા કોઈ દેવ, ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક હોય અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, અનેક વર્ષની સ્થિતિના મનુષ્યમાં રહીને, પુનઃ નવમા દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય છે. તેથી સર્વબંધનું જઘન્ય અંતર અનેક વર્ષ અધિક ૧૮ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે.
નવમા દેવલોકના દેવો આયુષ્યના અંત સુધી દેશબંધક હોય; ત્યાંથી ચ્યવીને, મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં અનેક વર્ષ રહીને પુનઃ નવમા દેવલોકમાં ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થઈને પુનઃ દેશબંધક થાય ત્યારે દેશબંધકનું અંતર જઘન્ય અનેક વર્ષનું થાય છે. નવમા દેવલોકથી અનુત્તર વિમાન પર્યત જઘન્ય અનેક વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ જઈ શકે છે. તેની અપેક્ષાએ તે સ્થાનોમાં સર્વ જઘન્ય અંતર અનેક વર્ષ થાય છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. તે પૂર્વવતુ જાણવું. (૫) ચાર અનુત્તર વિમાનનું સર્વબંધ અને દેશબંધનું જઘન્ય અંતર નવમા દેવલોક પ્રમાણે સમજી લેવું જોઈએ. ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત સાગરોપમનું થાય છે. કારણ કે તે જીવ ત્યાંથી મૃત્યુ પામીને, અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરતા નથી. તે જીવ ઉત્કૃષ્ટ તેર ભવ કરે છે. તેમાં સંખ્યાત સાગરોપમ કાલ વ્યતીત થાય છે. તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત સાગરોપમનું છે.
સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વદેવો એકાવતારી છે. તે દેવો પુનઃ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મ ધારણ કરતા નથી. તેથી તેનાં અંતરનું કથન કર્યું નથી.
અલ્પબહત્વ - સર્વથી થોડા વૈક્રિય શરીરના સર્વબંધક જીવો છે કારણ કે તેનો કાલ અલ્પ છે. તેથી દેશબંધક અસંખ્યાતગુણા છે. કારણ કે તેની અપેક્ષાએ તેનો કાલ અસંખ્યાતગુણો છે. તેનાથી અબંધક અનંતગુણા છે કારણ કે સિદ્ધ જીવ અને વનસ્પતિકાલના જીવો વૈક્રિય શરીરના અબંધક છે, તે જીવો તેનાથી અનંતગુણા છે.
આહારક શરીર પ્રયોગ બંધ:६० आहारगसरीरप्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! एगागारे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર પ્રયોગબંધના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેનો એક પ્રકાર છે. ६१ जइ एगागारे पण्णत्ते किं मणुस्साहारगसरी-पओगबंधे, अमणुस्साहारग सरी-पओगबंधे ?
गोयमा ! मणुस्साहारगसरी-पओगबंधे, णो अमणुस्साहारग सरीर