________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૩૯ |
નારકી અને દેવ મરીને સ્વાયમાં નારકી કે દેવપણે ઉત્પન્ન થતાં નથી. તેથી તેનું સ્વકાય અપેક્ષાએ અંતર હોતું નથી. પરકાયની અપેક્ષાએ વૈક્રિય શરીરના સર્વબંધ અને દેશબંધનું અંતર - જીવ સર્વબંધ
દેશબંધ જઘન્ય | ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ (૧) વાયુકાયિક
અંતર્મુહૂર્ત | વનસ્પતિકાલ અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ (૨) તિર્યચ, મનુષ્ય
અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ સાત નરકના નારકો, | અંતર્મુહૂર્ત અધિક વનસ્પતિકાલ અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ભવનપતિ, વાણવ્યંતર, | એક ભવ પ્રમાણ
જ્યોતિષી અને આઠ
દેવલોકના દેવો (૪) નવમા દેવલોકથી | અનેક વર્ષ અધિક વનસ્પતિકાલ અનેક વર્ષ | વનસ્પતિકાલ
નવ રૈવેયક સુધીના દેવો એક ભવ પ્રમાણ (૫) ચાર અનુત્તર અનેક વર્ષ અધિક સંખ્યાત અનેક વર્ષ સંખ્યાત વિમાનના દેવો એક ભવ પ્રમાણ સાગરોપમ
સાગરોપમ
(૧) વાયુકાય:- દારિક શરીરી વાયુકાયિક જીવ લબ્ધિજન્ય વૈક્રિય શરીર બનાવે, ત્યાં પ્રથમ સમયે વૈક્રિય શરીરનો સર્વબંધ કરે, ત્યાર પછી મૃત્યુ પામીને અન્ય કામમાં જન્મ ધારણ કરે; ત્યાંથી અંતર્મુહૂર્તમાં મૃત્યુ પામી પુનઃ વાયુકાયમાં જન્મ ધારણ કરે અને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધ કરે છે; તેથી સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું થાય અને તે જીવ અન્ય કાયમાં અનંતકાળ વ્યતીત કરીને, પુનઃ વાયુકાયમાં ઉત્પન્ન થાય અને ત્યારે વૈક્રિય શરીર બનાવે, તો તેના સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે. દેશબંધનું પણ અંતર તે જ રીતે ઘટી શકે છે. (૨) મનુષ્ય અને તિર્યંચના દેશબંધ સર્વબંધ બંનેનું અંતર ચાર્ટથી સ્પષ્ટ થઈ જાય છે. (૩) સાત નરકના નારકાદિ:- રત્નપ્રભા પૃથ્વીના દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિક, ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક થાય છે, ત્યાર પછી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અંતર્મુહૂર્ત રહીને, પુનઃ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય, ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય તેથી સર્વબંધનું અંતર જઘન્ય અંતઃમુહૂર્ત અધિક દશ હજાર વર્ષનું થાય છે. આ રીતે સાત નરક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને આઠ દેવલોક સુધીના દેવોની જેટલી સ્થિતિ છે, તેનાથી અંતર્મુહૂર્ત અધિક સર્વબંધનું જઘન્ય અંતર થાય છે. કારણ કે અંતર્મુહૂર્તની સ્થિતિના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને સાત નરક અને આઠદેવલોક સુધી જઈ શકે છે. તેની અપેક્ષાએ સૂત્રોક્ત અંતર ઘટિત થાય છે અને તે જીવ જો ભવ-ભવાંતરમાં અનંતકાલ વ્યતીત કરીને પછી રત્નપ્રભાથી આઠમા દેવલોક સુધીના કોઈપણ સ્થાનમાં ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ