________________
૨૩૮
શ્રી ભગવતી સૂત્ર-૩
દેશબંધ
જીવ
|
ઉત્કૃષ્ટ
| સર્વબંધ જઘન્ય | ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત | પલ્યોપમનો |
અસંખ્યાતમો
જઘન્ય અંતર્મુહૂર્ત
(૨) વાયુકાયિક
પલ્યોપમનો
અસંખ્યાતમો
ભાગ
ભાગ
(૩) તિર્યચ, મનુષ્ય | અંતર્મુહૂર્ત | અનેક ક્રોડ પૂર્વ અંતર્મુહૂર્ત અનેક કોડ પૂર્વ નોંધ:- દેવ નરકમાં સ્વદાયની અપેક્ષાએ અંતર હોતું નથી. (૧) સમુચ્ચય જીવ– ઔદારિક શરીરધારી કોઈ જીવ લબ્ધિજન્ય વૈક્રિય શરીર બનાવે, પ્રથમ સમયે સર્વબંધ કરે, દ્વિતીય સમયે દેશબંધ કરે અને ત્રીજા સમયે જ તે જીવ મૃત્યુ પામીને, નારકી કે દેવપણે ઉત્પન્ન થાય, તો ત્યાં પણ પ્રથમ સમયે વૈક્રિય શરીરનો સર્વબંધ કરે છે. તેથી વૈક્રિય શરીરના સર્વબંધથી સર્વબંધનું અંતર એક સમયનું થાય, તે જ રીતે દેશબંધનું પણ એક સમયનું અંતર થાય છે અને તે જીવ ભવભવાંતરમાં ભ્રમણ કરતાં અનંતકાલ પછી વૈક્રિય શરીર પ્રાપ્ત કરે, ત્યારે તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે. (૨) વાયુકાયિક- દારિક શરીરધારી વાયુકાયિક આદિ કોઈ જીવ, વૈક્રિય શરીરનો પ્રારંભ કરે અને પ્રથમ સમયમાં સર્વબંધક થઈને મરણને પ્રાપ્ત કરે, ત્યાર પછી વાયુકાયમાં ઉત્પન્ન થાય, તો તેને અપર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય શક્તિ હોતી નથી. તેથી તે અંતર્મુહૂર્તમાં પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરીને વૈક્રિય શરીર ધારણ કરી શકે છે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય છે, તેથી વાયુકાયનું સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું થાય છે.
ઔદારિક શરીરી વાયુકાયિક જીવ, વૈક્રિય શરીર બનાવે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય, બીજા સમયે દેશબંધક થઈને મૃત્યુને પ્રાપ્ત કરે અને ઔદારિક શરીરી વાયુકાયામાં જન્મ મરણ કરતા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વ્યતીત કરે, પછી અવશ્ય વૈક્રિય શરીર કરે છે, ત્યારે પ્રથમ સમયે તે સર્વબંધક થાય છે. તેથી સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થાય છે. તે જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું. (૩) તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્ય- કોઈ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય વૈક્રિયશક્તિથી વૈક્રિય શરીર બનાવે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધક અને અંતર્મુહૂર્ત પર્યત દેશબંધક રહે છે. ત્યાર પછી ઔદારિક શરીર ધારણ કરે છે અને તેમાં પણ અંતઃમુહૂર્ત રહીને તે જીવો પુનઃ વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરી વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય.
આ રીતે વૈક્રિય શરીરના સર્વબંધકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું થાય છે.
ઉત્કૃષ્ટ અંતર અનેક ક્રોડપૂર્વ વર્ષનું છે, યથા- કોઈ તિર્યંચ કે મનુષ્ય વૈક્રિયલબ્ધિના પ્રયોગપછી ક્રોડપૂર્વના આયુષ્યના સાત કે આઠ ભવ કરે અને આઠમા ભવમાં તે વૈક્રિય લબ્ધિ પ્રયોગ કરે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધ કરે છે અને તે સમયે ઉત્કૃષ્ટ અંતર અનેક કોડ પૂર્વ વર્ષનું થાય છે. આ રીતે દેશબંધનું અંતર પણ સમજી લેવું જોઈએ.