________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૩૭
વૈકિય શરીર સર્વબંધ દેશ બંધની સ્થિતિ :
જીવ
સર્વબંધ
જઘન્ય
(૧)
સમુચ્ચય જીવ
એક સમય
જઘન્ય– એક સમય ઉત્કૃષ્ટ– બે સમય
દેશબંધ
ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત
એક સમય
એક સમય
| (૨) વાયુકાય તિર્યંચ પંચેન્દ્રિય,
મનુષ્ય (૩) નારકી, દેવ
એક સમય
ત્રણ સમય ન્યૂન ૧૦,000 વર્ષ
એક સમય ન્યૂન ૩૩
સાગરોપમ
|
(૧) સમુચ્ચયજીવ- નારકી, દેવને ઉત્પત્તિના સમયે વૈક્રિય શરીરને સર્વબંધ હોય છે. સર્વબંધની સ્થિતિ એક સમયની છે. તેમજ ઔદારિક શરીરી જીવ, વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધ થાય અને તે જ સમયે તે જીવ મૃત્યુ પામી, નારકી કે દેવપણે ઉત્પન્ન થાય તો ત્યાં પણ ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધ કરે છે. તેથી સર્વબંધની સ્થિતિ બે સમયની થાય છે.
વૈક્રિય શરીરના દેશબંધની સ્થિતિ જઘન્ય એક સમયની છે, જેમ કે મનુષ્ય કે તિર્યંચ વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધ કરી, બીજા સમયે દેશબંધ કરે અને ત્રીજા સમયે જ તેનું મૃત્યુ થાય, તો દેશબંધની સ્થિતિ એક સમયની થાય છે. દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમની થાય છે; નારકી, દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે, તેમાં સર્વબંધનો એક સમય ન્યૂન કરતા દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમની થાય છે. (૨) વાયુકાયાદિ– વાયુકાય, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને દેશબંધની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. કારણ કે તેનું લબ્ધિજન્ય વૈક્રિય શરીર અંતર્મુહૂર્ત પર્યત જ સ્થિત રહે છે. (૩) નારકીદેવો- નારકી, દેવોની વૈક્રિય શરીરના દેશ બંધની સ્થિતિ ત્રણ સમય ન્યૂન દસ હજાર વર્ષની છે. યથા- કોઈ જીવ ત્રણ સમયની વિગ્રહ ગતિથી ૧૦,000 વર્ષની સ્થિતિએ નારક કે દેવપણે ઉત્પન્ન થાય, તો બે સમય વિગ્રહ ગતિના અનાહારક અવસ્થામાં વ્યતીત થાય અને ત્રીજો સમય સર્વબંધનો છે, તેથી દેશબંધની જઘન્ય સ્થિતિ ત્રણ સમય ન્યૂન ૧૦,000 વર્ષની થાય અને ઉત્કૃષ્ટ સ્થિતિ- સર્વ બંધનો એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ છે. વૈકિય શરીરબંધનું સ્વકાયની અપેક્ષાએ અંતર - | સર્વબંધ
| દેશબંધ
| જીવ
જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | (૧) સમુચ્ચય જીવ | એક સમય | અનંતકાલ | એક સમય | અનંતકાલ