________________
૨૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
અસંખ્યાત ગુણા છે અને અબંધક જીવ અનંત ગુણા છે. વિવેચન :વૈઢિય શરીર પ્રયોગ બંધ – વૈક્રિય શરીરના વ્યાપારથી થતાં બંધને વૈક્રિય શરીર પ્રયોગ બંધ કહે છે.
વૈક્રિય શરીર પ્રયોગ બંધ
એકેન્દ્રિય વૈક્રિય શરીર
પંચેન્દ્રિય વૈક્રિય શરીર
વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર
મનુષ્ય વૈક્રિય શરીર
તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર
નૈરયિક વૈક્રિય શરીર
દેવ વૈક્રિય શરીર
રત્નપ્રભાથી અધઃસપ્તમ પૃથ્વી સુધી નૈરયિક વૈક્રિય શરીર
ભવનપતિ દેવ વાણવ્યંતર દેવ વૈક્રિય શરીર વૈક્રિય શરીર
જ્યોતિષી દેવ વૈમાનિક દેવ વૈક્રિય શરીર વૈક્રિય શરીર
વૈક્રિય શરીરધારી જીવોના ભેદ-પ્રભેદ અનુસાર વૈક્રિય શરીર પ્રયોગ બંધના ભેદ-પ્રભેદ પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન પદ ૨૧ અનુસાર જાણવા જોઈએ.
વૈકિય શરીર પ્રયોગબંધન કારણ:- વૈક્રિય શરીરના બે પ્રકાર છે. ભવ પ્રત્યયિક અને લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર. તેમાં ભવપ્રત્યયિક વૈક્રિય શરીરની ઉત્પત્તિ સવર્યતા, આદિ પૂર્વોક્ત આઠ કારણે થાય છે. જે નૈરયિક અને દેવોને હોય છે. લબ્ધિજન્ય વૈક્રિય શરીરની ઉત્પત્તિ સવર્યતા આદિ આઠ અને નવમું વૈક્રિય લબ્ધિ તેમ નવ કારણે થાય છે. જે વાયુકાયિક, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે.
વૈલિય શરીર પ્રયોગ બંધના ભેદ- તેના પણ બે ભેદ છે. સર્વબંધ અને દેશબંધ. નારકી અને દેવને ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધ અને જીવન પર્યત દેશબંધ હોય છે. વાયુકાયિક, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને વૈક્રિય લબ્ધિથી વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધ અને ત્યાર પછી વૈક્રિય શરીર હોય ત્યાં સુધી દેશબંધ હોય છે.