________________
| ૨૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
છે? ઉત્તર- હે ગૌતમ! વાયુકાયિકનો સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યત રહે છે. ५० रयणप्पभापुढविणेरइय, पुच्छा ?
गोयमा ! सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं दसवाससहस्साई तिसमयऊणाई, उक्कोसेणं सागरोवमं समयऊणं । एवं जाव अहे सत्तमा, णवरं देसबंधे जस्स जा जहणिया ठिई सा तिसमयऊणा कायव्वा, जा उक्कोसिया सा समयऊणा ।
पंचिंदियतिरिक्खजोणियाणं मणुस्साण य जहा वाउक्काइयाणं । असुरकुमारणागकुमार जाव अणुत्तरोववाइयाणं जहा णेरइयाणं; णवरं जस्स जा ठिई सा भाणियव्वा जाव अणुत्तरोववाइयाणं सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं एक्कतीसं सागरोवमाइं तिसमयऊणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं समयऊणाई। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક વૈક્રિય શરીર પ્રયોગ બંધ કેટલા કાલ પર્યંત રહે છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધ એક સમય સુધી રહે છે. દેશબંધ જઘન્ય ત્રણ સમય ન્યૂન દશ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન એક સાગરોપમ સુધી રહે છે. આ રીતે અધઃસપ્તમ નરક પૃથ્વી પર્યત જાણવું જોઈએ પરંતુ જેની જેટલી જઘન્ય સ્થિતિ હોય, તેમાં ત્રણ સમય ન્યૂન જઘન્ય દેશબંધ જાણવો જોઈએ અને જેની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ દેશબંધ જાણવો જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનું કથન વાયુકાયિકની સમાન જાણવું જોઈએ. અસુરકુમાર, નાગકુમારથી અનુત્તરોપપાતિક દેવો સુધીનું કથન નૈરયિકની સમાન જાણવું જોઈએ. પરંતુ જેની જેટલી સ્થિતિ હોય, તેટલી કહેવી જોઈએ યાવત્ અનુત્તરોપપાતિક દેવોનો સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય ત્રણ સમય ન્યૂન ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમ સુધી હોય છે. ५१ वेउव्वियसरीरप्पओगबंधतरं णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अणंतं कालं जाव आवलियाए असंखेज्जइभागो; एवं देसबंधंतरं वि । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! વૈક્રિય શરીર પ્રયોગબંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર-હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાવત્ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ પુદ્ગલ પરાવર્તન પર્યંત રહે છે. આ જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ.