________________
શતક-૮: ઉદ્દેશક-૯
| ૨૩૧ |
गेवेज्जकप्पाईया वेमाणिया, अणुत्तरोववाइय-कप्पाईया वेमाणिया वि एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સવાર્યતા, સયોગતા અને સદ્ભવ્યતા આદિ પૂર્વોક્ત કારણોથી તેમજ આયુષ્ય અને લબ્ધિના કારણે તથા તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી થાય છે. આ જ રીતે મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધના વિષયોમાં જાણવું જોઈએ. અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગબંધનું વર્ણન રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોની સમાન છે. આ જ રીતે સ્વનિતકુમાર ભવનવાસી દેવ સુધી જાણવું. વાણવ્યંતર, જ્યોતિષી, સૌધર્મકલ્પોપન્નક વૈમાનિક દેવથી અશ્રુત કલ્પોપપત્રક વૈમાનિક દેવ તેમજ ગ્રેવેયક કલ્પાતીત વૈમાનિક દેવ તથા અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવનું કથન પણ તે જ રીતે જાણવું જોઈએ. | ४७ वेउव्वियसरीरप्पओगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ?
गोयमा ! देसबंधे वि, सव्वबंधे वि । वाउक्काइय-एगिदिय वेउव्वियसरीरप्पओगबंधे एवं चेव । रयणप्पभा-पुढविणेरइया वि एवं चेव; एवं जाव अणुत्तरोવવાડ્યા ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીર પ્રયોગબંધ શું દેશબંધ છે કે સર્વબંધ છે?
ઉત્તર-હે ગૌતમ! દેશબંધ પણ છે અને સર્વબંધ પણ છે. તે જ રીતે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગબંધના બે પ્રકાર છે તથા રત્નપ્રભા પૃથ્વી નૈરયિક વૈક્રિય શરીર પ્રયોગ બંધના પણ બે પ્રકાર છે. આ જ રીતે અનુત્તરોપપાતિક દેવો પર્યત જાણવું જોઈએ. ४८ वेउव्वियसरीरप्पओगबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ?
गोयमा ! सव्वबंधे जहण्णेणं एक्कं समय, उक्कोसेणं दो समया । देसबंधे जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं समयऊणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીર પ્રયોગ બંધ કેટલા કાલ પર્યત રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે સમય સુધી રહે છે. દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમ સુધી રહે છે.
४९ वाउक्काइयएगिदियवेउव्विय पुच्छा? गोयमा ! सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ કેટલા કાલ પર્યત રહે