________________
શતક–૮ : ઉદ્દેશક-૯
સિવાયના સ્થાનમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ વ્યતીત કરી શકે છે. કારણ કે પૃથ્વી આદિની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની જ છે. તેથી વનસ્પતિનું સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલનું થાય છે. તે જ રીતે દેશબંધનું અંતર જાણવું.
૨૨૯
અલ્પબહુત્વ ઃ– સર્વથી થોડા સર્વબંધક છે, કારણ કે તે ઉત્પત્તિ સમયે જ હોય છે, તેનાથી અબંધક જીવ વિશેષાધિક છે, કારણ કે વિગ્રહગતિમાં અને સિદ્ધ ગતિમાં જીવ અબંધક છે. તે બંને મળીને પણ વિશેષાધિક જ થાય છે, સંખ્યાત ગુણ પણ થતા નથી. તેનાથી દેશબંધક અસંખ્યાત ગુણા છે કારણ કે દેશબંધનો કાલ અસંખ્યાત ગુણો છે.
વૈક્રિય શરીર પ્રયોગ બંધ :
४१ वेडव्वियसरीस्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा - एगिंदिय-वेडव्वियसरीर-पओगबंधे य पंचेदिय-वेडव्वियसरीर-पओगबंधे य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વૈક્રિય શરીર પ્રયોગબંધના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે. યથા– (૧) એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ (૨) પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ. ४२ जइ एगिंदिय- वे उव्वियसरीर-पओगबंधे किं वाउक्काइयएगिंदियसरीर-पओगबंधे, अवाउक्काइय-एगिंदियसरीर-पओगबंधे ?
गोयमा ! जहा ओगाहणसंठाणे वेडव्वियसरीरभेओ तहा भाणियव्वो जाव पज्जत्ता- सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय-वेमाणियदेव पंचिदिय- वेडव्वियसरीरपओगबंधे य, अपज्जत्ता-सव्वट्ठसिद्ध जाव पओगबंधे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ છે, તો તે શું વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ છે કે અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ છે ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના ૨૧મા અવગાહના સંસ્થાન પદમાં વૈક્રિય શરીરના ભેદ કહ્યા છે, તે રીતે અહીં પણ કહેવા જોઈએ યાવત્ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર-પ્રયોગ બંધ અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ છે.
| ४३ वेडव्वियसरीरप्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ?
गोयमा ! वीरिय-सजोग-सदव्वयाए जाव आउयं वा लद्धिं वा पडुच्च वेडव्वियसरीर-पओग-णामाए कम्मस्स उदएणं वेडव्वियसरीर-पओगबंधे ।