________________
૨૨૮
શ્રી ભગવતી સૂત્ર-૩
સર્વબંધનું અંતર
દેશબંધનું અંતર
જીવ પૃથ્વી આદિ નવ દંડક
જઘન્ય
ઉત્કૃષ્ટ વનસ્પતિકાય જઘન્ય
ઉપર પ્રમાણે વનસ્પતિકાલ પ્રમાણ
ઉપર પ્રમાણે પૃથ્વીકાલ પ્રમાણ
ઉપર પ્રમાણે વનસ્પતિકાલ પ્રમાણ
ઉપર પ્રમાણે પૃથ્વીકાલ પ્રમાણ
ઉત્કૃષ્ટ
પરકાય સંબંધી સ્પષ્ટીકરણએકેન્દ્રિય – યથા– કોઈ એકેન્દ્રિય જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થયો, તે વિગ્રહગતિમાં બે સમય સુધી અનાહારક રહ્યો અને ત્રીજા સમયે સર્વબંધક થયો, ત્યાં ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ આયુષ્ય પૂર્ણ કરીને એકેન્દ્રિય સિવાય બેઇન્દ્રિયાદિ જાતિમાં ઉત્પન્ન થયો, ત્યાં પણ તેના ક્ષુલ્લક ભવની સ્થિતિ પૂર્ણ કરીને ઋજુગતિ દ્વારા પુનઃ એકેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય; તો પ્રથમ સમયમાં સર્વબંધક થાય છે. તેથી બે ક્ષુલ્લક ભવ થાય અને વિગ્રહગતિના ત્રણ સમય ન્યૂન થાય છે, તેથી એકેન્દ્રિય જીવ અન્ય જાતિમાં ઉત્પન્ન થઈ પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો તેના સર્વબંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ થાય છે.
કોઈ પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિય જીવ જુગતિ દ્વારા ઉત્પન્ન થાય તો પ્રથમ સમયમાં તે સર્વબંધક થાય. ત્યાં ર૨000 વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ કરીને, ત્રસકાયિક જીવોમાં ઉત્પન્ન થાય અને ત્યાં પણ સંખ્યાત વર્ષાધિક બે હજાર સાગરોપમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ(સંખ્યાતાભવ) પૂર્ણ કરીને, પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થતાં તે સર્વબંધક થાય છે. આ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત વર્ષાધિક બે હજાર સાગરોપમ થાય છે. દેશબંધના અંતરમાં જઘન્ય એક ક્ષુલ્લક ભવ પ્રમાણ અંતર થાય છે, કારણ કે દેશબંધ આયુષ્યના અંતિમ સમય સુધી થાય છે. તેથી જઘન્ય અંતર આગામી એક જ ક્ષુલ્લક ભવ પ્રમાણ થાય છે અને ઉત્કૃષ્ટ અંતર સર્વબંધની સમાન જાણવું. પૃથ્વીકાયાદિ નવ દંડક :- કોઈ પૃથ્વીકાયિક જીવ મરીને પૃથ્વીકાયિક જીવો સિવાય અન્ય જીવોમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી મરીને પુનઃ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તો તેના સર્વબંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યુન બે લ્લક ભવ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. તે કાલની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના સમય પ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ તે કાલનું માપ અનંત લોકના પ્રદેશ પ્રમાણ છે. અર્થાત્ સમયે સમયે લોકાકાશના એક એક પ્રદેશોનો અપહાર કરીએ, તો અનંતલોકના પ્રદેશોનો અપહાર થાય તેટલો સમય છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની છે. આ અપેક્ષાએ પૃથ્વી આદિનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. અનંતકાલ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. તે અસંખ્યાત પુદ્ગલ પરાવર્તનની રાશિ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. વનસ્પતિકાય:- કોઈ વનસ્પતિકાયિક જીવ મરીને વનસ્પતિ સિવાય અન્ય જીવોમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી મરીને પુનઃ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો તેના સર્વ બંધનું જઘન્ય અંતર એકેન્દ્રિય પ્રમાણે છે અને ઉત્કૃષ્ટ અંતર પૃથ્વીકાલ પ્રમાણે અર્થાત્ અસંખ્યાત કાલનું છે. વનસ્પતિકાયિક જીવ વનસ્પતિ