________________
૨૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
केवलिसमुग्घाएणं समोहयस्स ताओ समुग्घायाओ पडिणियत्तमाणस्स अंतरा मंथे वट्टमाणस्स तेयाकम्माणं बंधे समुप्पज्जइ । किं कारणं ? ताहे से पएसा एगत्तीगया भवति । से तं पडुप्पण्ण-पओग-पच्चइए । से तं सरीरबंधे ।। શબ્દાર્થ –પડુપUપોપવૂડ = વર્તમાન પ્રયોગ પ્રત્યયિક પબિયત્તમાઈક્સ = પાછા ફરતા અંતર = મધ્યમાં પંથે માણસ = મંથનમાં પ્રવર્તમાન પત્તીયા = એકત્રિત. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વર્તમાન પ્રયોગ પ્રત્યયિક બંધ કોને કહે છે?
ઉત્તર-હે ગૌતમ! જે કેવલજ્ઞાની અણગાર કેવળી સમુદ્યાત દ્વારા સમવહત થઈને તે સમુદ્યાતથી નિવૃત્ત થતાં વચ્ચે મંથાન અવસ્થામાં જે તૈજસ-કાર્પણ શરીરનો બંધ થાય છે, તેને વર્તમાન પ્રયોગ પ્રત્યયિક બંધ કહે છે. આ અભૂતપૂર્વ-પૂર્વે ન થયેલો શરીરબંધ છે.
પ્રશ્ન- તેનું શું કારણ છે?
ઉત્તર– તે સમયે આત્મ પ્રદેશો એકત્રીકૃત(સંઘાતરૂપ-સંપૂર્ણ લોકવ્યાપી) થાય છે, તેથી તૈજસ-કાર્પણ શરીરનો બંધ થાય છે. આ વર્તમાન પ્રયોગ પ્રત્યયિક બંધ છે. આ શરીર બંધનું સ્વરૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીર બંધના બે પ્રકાર સમજાવ્યા છે.
પૂર્વ પ્રયોગ પ્રત્યયિક શરીર બંધઃ- જે બંધમાં પૂર્વકાલમાં સેવિત વેદના, કષાય આદિ સમુઘાતરૂપ જીવ વ્યાપાર કારણ હોય તેને પૂર્વપ્રયોગ પ્રત્યયિક શરીરબંધ કહે છે. વેદના, કષાય આદિ સમુદ્યાત સમયે આત્મ પ્રદેશોના વિસ્તાર અને સંકોચને અનુસરીને તૈજસ-કાર્પણ શરીરનો જે બંધ થાય છે, તેને પૂર્વપ્રયોગ પ્રત્યયિક શરીર બંધ કહે છે. અથવા જીવપ્રદેશાશ્રિત તૈજસ-કાશ્મણ શરીરનો જે બંધ થાય છે તેને પૂર્વ પ્રયોગ પ્રત્યયિક શરીરબંધ કહે છે. “તત્ર તત્ર ક્ષે ' આ સૂત્રાંશ દ્વારા સૂત્રકારે સમુદ્યાત કરવાના ક્ષેત્રોની બહુલતા અને ‘તેવુ તેનુ વIRS' આ સૂત્રાશ દ્વારા વેદના, કષાય આદિ સમુઘાતના કારણની બહુલતા પ્રગટ કરી છે. વેદનાદિ સમુદ્યાત જીવે પૂર્વે અનેક વાર કર્યા છે. તેથી તેને પૂર્વ પ્રયોગ પ્રત્યયિકબંધ કહે છે. વર્તમાન પ્રત્યયિક શરીર બંધ :- વર્તમાનકાળમાં કેવલી સમુદ્રઘાતરૂપ જીવ વ્યાપાર દ્વારા થયેલો તૈજસ કાર્પણ શરીરનો જે બંધ છે તે વર્તમાન પ્રયોગ પ્રત્યયિક બંધ છે. આ બંધ કેવળી સમુઘાતના ત્રીજા, ચોથા, પાંચમાં સમયે થાય છે. ચોથા સમયે આત્મપ્રદેશો લોકવ્યાપક બની જાય છે તથા ત્રીજા અને પાંચમાં સમયે મંથાન પૂરિત(લોક વ્યાપ્તસમ) હોય છે. અર્થાત્ તે સમયે જીવ મંથાન અવસ્થામાં સ્થિત હોય છે. આ ત્રણ સમયમાં જીવને માત્ર કાર્પણ કાયયોગ હોય છે. તેથી શાસ્ત્રકારે ‘ગંત મથે ૧૬મા ' વિશેષણ યુક્ત જીવને તૈજસ કાર્મણ શરીરપ્રયોગનો બંધ કહ્યો છે.