________________
શતક-૮: ઉદ્દેશક-૯
[ ૨૧૫ ]
બંધ રાશિ(ઢગલો) કરવારૂપ બંધ (૩) સમુચ્ચયબંધ- ચૂના આદિથી ભીંત મકાન વગેરે બાંધવાને સમુચ્ચયબંધ કહે છે. (૪) સંહનનબંધ- અવયવોના સમૂહરૂપે જે બંધન થાય છે તેને સંહનનબંધ કહે છે. (૩) શરીરબંધ:- સમુદ્યાત અવસ્થામાં વિસ્તારિત અને સંકુચિત આત્મપ્રદેશોના સંબંધને કારણે તૈજસ આદિ શરીરનો જે સંબંધ થાય તેને શરીરબંધ કહે છે.
(૪) શરીરપ્રયોગબંધ - વીર્યાન્તર કર્મના ક્ષયોપશમથી ઔદારિક આદિ શરીરના પ્રયોગથી, શરીર પુદ્ગલોને ગ્રહણ કરવારૂપ બંધ શરીર પ્રયોગ બંધ છે.
આલીન બંધના ચારે ભેદની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલની છે. શરીર બંધ:|१९ से किं तं सरीरबंधे ? सरीरबंधे दुविहे पण्णत्ते, तं जहा- पुव्वपओगपच्चइए य पडुप्पण्ण-पओगपच्चइए य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શરીર બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! શરીર બંધના બે પ્રકાર છે. યથા- (૧) પૂર્વ પ્રયોગ પ્રત્યયિક (૨) પ્રત્યુત્પન (વર્તમાન) પ્રયોગ પ્રત્યયિક. २० से किं तं पुव्वपओगपच्चइए ?
पुव्वपओगपच्चइए- जणं णेरइयाणं, संसारत्थाणं सव्व जीवाणं तत्थ तत्थ तेसु तेसु कारणेसु समोहणमाणाणं जीवप्पएसाणं बंधे समुप्पज्जइ । से तं पुव्वपओग- पच्चइए । શબ્દાર્થ – પુદ્ગપાણિ = પૂર્વ પ્રયોગ પ્રત્યયિક સંસારસ્થાઈ = સંસારમાં રહેલા
મોદણમાણી = શરીરને પ્રાપ્ત થતાં. ભાવાર્થ - પ્રશ્ર– હે ભગવન્! પૂર્વ પ્રયોગ પ્રત્યયિક બંધ કોને કહે છે?
ઉત્તર- હે ગૌતમ! તે તે ક્ષેત્રમાં, તે-તે કારણોથી તે તે શરીરને પ્રાપ્ત થતાં નૈરયિક આદિ સમસ્ત સંસારી જીવોના જીવ પ્રદેશોનો જે બંધ થાય છે, તેને “પૂર્વ-પ્રયોગ પ્રત્યયિક બંધ” કહે છે. અર્થાતુ આ પૂર્વે થયેલો–ભૂતપૂર્વ શરીરબંધ છે. આ પૂર્વ પ્રયોગ પ્રત્યયિક બંધનું સ્વરૂપ છે. २१ से किं तं पडुप्पण्ण-पओग-पच्चइए?
पडुप्पण्णपओगपच्चइए- जण्णं केवलणाणिस्स अणगारस्स