________________
૨૧૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રકારના ઉપકરણો ઇત્યાદિ પદાર્થોમાં જોડાણ(Joint) થાય છે, તેને દેશ સહનન બંધ કહે છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ પર્યત રહે છે. આ દેશ સંહનન બંધ છે. |१८ से किं तं सव्वसाहणणाबंधे ? सव्वसाहणणाबंधे-से णं खीरोदगमाईणं । से तं सव्वसाहणणाबंधे, से तं साहणणाबंधे, से तं अल्लियावणबंधे ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ સંહનન બંધ કોને કહે છે? ઉત્તર- હે ગૌતમ! દૂધ અને પાણીની જેમ એક એક થઈ જવું, તે સર્વ સંહનન બંધ છે. આ સર્વ સંહનન બંધ છે. આ આલીનબંધનું સ્વરૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રયોગ બંધના ભેદ પ્રભેદનું વિસ્તારથી વિશ્લેષણ કર્યું છે. પ્રયોગ બંધ :- જીવના વ્યાપારથી જે બંધ થાય તેને પ્રયોગ બંધ કહે છે. કાલની અપેક્ષાએ તેના મુખ્ય ત્રણ ભેદ કહ્યા છે. અનાદિ અપર્યવસિત :- અનાદિ અનંત. આત્માના અસંખ્યાત પ્રદેશોમાં મધ્યના આઠ રુચક પ્રદેશોનો બંધ અનાદિ અપર્યવસિત છે. કેવલી સમુઘાતના સમયે આત્મપ્રદેશો સંપૂર્ણ લોક વ્યાપી થાય છે, તે સમયે પણ મધ્યના આઠ પ્રદેશ પોતાની સ્થિતિમાં જ અવસ્થિત રહે છે. તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. તેથી તેનો બંધ અનાદિ અપર્યવસિત કહેવાય છે, તે આઠ પ્રદેશોમાં ગોસ્તનાકારે ચાર પ્રદેશો નીચે સ્થિત છે અને તેની ઉપર બીજા ચાર પ્રદેશ સ્થિત છે. તે આઠ પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશનો પોતાની પાસે રહેલા બે પ્રદેશોની સાથે અને ઉપર કે નીચેના એક પ્રદેશ સાથે, આ રીતે ત્રણ-ત્રણ પ્રદેશોની સાથે અનાદિ અપર્યવસિત બંધ છે. સાદિ અપર્યવસિત :- સાદિ અનંત. સિદ્ધાત્માના પ્રદેશોનો બંધ સાદિ અપર્યવસિત છે. સિદ્ધ અવસ્થાની આદિ છે પણ અંત નથી, તેથી તેના આત્મ પ્રદેશોનો બંધ પણ સાદિ અનંત છે અર્થાત્ શૈલેશી અવસ્થામાં આત્મપ્રદેશોનું કંપન અટકી જાય છે. આત્મપ્રદેશો સંપૂર્ણ રીતે સ્થિર થઈ જાય છે. આત્મપ્રદેશોનું ઉપર-નીચે આદિ નિયત સ્થાને સ્થિર થઈ જવું અને તે તે આત્મપ્રદેશોનું તે જ સ્થિતિમાં રહેવું તેને તેનો બંધ કહે છે. આત્મપ્રદેશોની તે સ્થિતિ અનંતકાલ પર્યત રહે છે. સાદિ સપર્યવસિત :- સાદિ-સાંત. આઠ રુચક પ્રદેશો સિવાયના આત્મ-પ્રદેશોનો બંધ સયોગી અવસ્થા સુધી સાદિ સપર્યવસિત છે, ત્યાં સુધી તેની સ્થિતિમાં પરિવર્તન થાય છે.
આ ત્રીજા સાદિ સપર્યવસિત ભેદના આલાપનબંધ આદિ ચાર પ્રભેદ સમજવા. (૧) આલાપન બંધ :- દોરી આદિ વડે ઘાસાદિની ગાંસડી બાંધવી તે આલાપનબંધ છે. (૨) આલીનબંધ:- એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે જે શ્લેષરૂપે બંધ થાય તે આલીનબંધ છે. તેના ચાર ભેદ છે. (૧) શ્લેષણાબંધ- કોઈ લાખ, મીણ આદિ ચીકણા પદાર્થથી બે પદાર્થોનું જોડાવું તે. (૨) ઉચ્ચય