________________
૨૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પુદ્ગલ સાથે
બંધ
ન થાય
ન થાય
ન થાય
પુદ્ગલનો ૧ ગુણ રૂક્ષનો ૧ ગુણ રૂક્ષનો ૨ ગુણ રૂક્ષનો ૨ ગુણ રૂક્ષનો ૨ ગુણ રૂક્ષનો ૧ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો
ન થાય
૧ ગુણ રૂક્ષ સાથે ૨ ગુણ રૂક્ષ સાથે ૨ ગુણ રૂક્ષ સાથે ૩ ગુણ રૂક્ષ સાથે ૪ ગુણ રૂક્ષ સાથે ૧ ગુણ રૂક્ષ સાથે ૨ ગુણ રૂક્ષ સાથે ૩ ગુણ રૂક્ષ સાથે
થાય
ન થાય
થાય
થાય
પરસ્પર બે પરમાણુઓનો બંધ થાય ત્યારે અધિકગુણવાળા પરમાણુઓમાં હનગુણવાળા પરમાણુ પરિણત થઈ જાય છે. તેની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્ય કાલની છે. (૨) ભાજન પ્રત્યયિક બંધઃ- ભાજનનો અર્થ છે આધાર. તેના નિમિત્તથી જે બંધ થાય છે, તે ભાજન પ્રત્યયિક છે, જેમ કે ઘડામાં રાખેલી મદિરા ઘટ્ટ થઈ જાય છે, જૂનો ગોળ, જૂના ચોખા વગેરેનો પિંડ થઈ જાય છે તે ભાજન પ્રત્યયિક બંધ છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાલની છે. (૩) પરિણામ પ્રત્યયિક બંધઃ- પરિણામ અર્થાત્ રૂપાંતરના નિમિત્તે જે બંધ થાય છે તેને પરિણામ પ્રત્યયિક બંધ કહે છે. જેમ કે– વાદળા, મેઘ ધનુષ વગેરે. તેની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસની છે.
વિસસા બંધ
સાદિ વિસસાબંધ
અનાદિ વિસસાબંધ
ધર્માસ્તિકાયના અધર્માસ્તિકાયના આકાશાસ્તિકાયના પ્રદેશોનો અન્યોન્ય બંધ પ્રદેશોનો અન્યોન્ય બંધ પ્રદેશોનો અન્યોન્ય બંધ (સર્વકાલ) (સર્વકાલ)
(સર્વકાલ)
બંધન પ્રત્યયિક ઢિપ્રદેશી આદિ
ધોનો બંધ જ – એક સમય ઉ– અસંખ્યકાલ
ભાજન પ્રત્યયિક જૂની મદિરા, ગોળ આદિ
જઘ-અંતર્મુહૂર્ત ઉ– સંખ્યાતકાલ
પરિણામ પ્રત્યયિક વાદળા, મેઘધનુષ આદિ જઘ – એક સમય ઉ– છ માસ