________________
શતક-૮: ઉદ્દેશક-૯
| ૨૦૯ |
અન્યોન્ય વિસસાબંધ. ધમાસ્તિકાયના પ્રદેશોનો તેના અન્ય પ્રદેશો સાથે જે સંબંધ થાય તે ધર્માસ્તિકાય અન્યોન્ય વિસસા બંધ છે. તે જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અન્યોન્ય વિસસાબંધ થાય છે. તે બંધ અનાદિ વિસસાબંધ છે. તેનો દેશબંધ જ થાય છે. સર્વબંધ થતો નથી. ધર્માસ્તિકાય આદિના પ્રદેશો ચટાઈની સળીની જેમ પરસ્પર એકબીજાને સ્પર્શીને જ રહેલા છે. તેથી તે બંધને દેશબંધ માનવામાં આવ્યો છે. જો તે પ્રદેશોનો સર્વબંધ માનવામાં આવે તો ધર્માસ્તિકાયના સર્વ પ્રદેશ ક્ષીરનીરની જેમ એકબીજામાં અંતર્ભત થઈ જશે અને તેમાં એકરૂપતા થવાથી એક પ્રદેશતા આવી જશે. પરંતુ આગમકારોએ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ અને આકાશાસ્તિકાયના અનંત પ્રદેશ કહ્યા છે. તેથી ધર્માસ્તિકાયાદિ ત્રણે દ્રવ્યોના પ્રદેશોનો પરસ્પર દેશબંધ છે તે સિદ્ધ થાય છે. આ બંધ સ્વાભાવિક છે, અનાદિકાલીન છે અને અનંતકાલ પર્યત રહેવાનો છે. તેથી તેની સ્થિતિ સર્વદા-સર્વકાલની છે. (૨) સાદિ વિરસાબંધઃ- જે બંધ મર્યાદિત કાલ માટે પણ સ્વાભાવિક રૂપે થાય તેને સાદિ વિસસાબંધ કહે છે. તેના ત્રણ ભેદ છે. (૧) બંધન પ્રત્યયિક બંધ - વિક્ષિત સ્નિગ્ધતા આદિ ગુણોના નિમિત્તથી પરમાણુઓનો, સ્કંધોનો જે બંધ થાય છે તે બંધન પ્રત્યયિક બંધ છે. કેવા અને કેટલા પરમાણુઓનો પરસ્પર બંધ થાય છે તે સમજાવવા વૃત્તિકારે બે ગાથાઓનો નિર્દેશ કર્યો છે.
समणिद्धयाए बंधो ण होइ, सम लुक्खयाए वि ण होइ । वेमाय-णिद्धलुक्खत्तणेण, बंधो उ खंधाणं ॥१॥ णिद्धस्स णिद्धेण दुयाहियेणं, लुक्खस्स लुक्खेण दुयाहियेणं ।
ણિ સુવણે ૩ વધો, બહાણ વન્નો વિસનો સમો વા રા -ભગવતી વૃત્તિ]. અર્થ- સમાન ગુણવાળા સ્નિગ્ધનો તેમજ સમાન ગુણવાળા રૂક્ષનો પરસ્પર બંધ થતો નથી. વિમાત્રાવાળા સ્નિગ્ધ અને રૂક્ષનો પરસ્પર બંધ થાય છે. કયાધિક સ્નિગ્ધ ગુણનો સ્નિગ્ધ સાથે અને કયાધિક રૂક્ષ ગુણનો રૂક્ષ સાથે બંધ થાય છે. જઘન્ય ગુણને છોડીને સમ કે વિષમ સ્નિગ્ધનો રૂક્ષ સાથે બંધ થાય છે. બંધન પ્રત્યયિક બંધ :
પુદ્ગલ સાથે
બંધ
ન થાય
પુદ્ગલનો ૧ ગુણ સ્નિગ્ધનો ૧ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો
ન થાય
૧ ગુણ સ્નિગ્ધ સાથે ૨ ગુણ સ્નિગ્ધ સાથે ૨ ગુણ સ્નિગ્ધ સાથે ૩ ગુણ સ્નિગ્ધ સાથે ૪ ગુણ સ્નિગ્ધ સાથે
ન થાય
ન થાય
થાય