________________
| ૨૦૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક પુદ્ગલ સ્કંધોનો વિમાત્ર સ્નિગ્ધતા અને વિમાત્ર રૂક્ષતા દ્વારા, વિમાત્ર સ્નિગ્ધતા-રૂક્ષતા દ્વારા બંધન પ્રત્યયિક સાદિ વિસસા બંધ થાય છે. તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ પર્યત રહે છે. આ રીતે બંધન પ્રત્યયિક બંધ કહ્યો છે. ८ से किं तं भायणपच्चइए?
भायणपच्चइए- जण्णं जुण्णसुरा-जुण्णगुल-जुण्णतंदुलाणं भायणपच्चइए णं बंधे समुप्पज्जइ, जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्ज कालं । सेत्तं भायण- पच्चइए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાજન પ્રત્યયિક વિસસા બંધ કોને કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! જૂની મદિરા, જૂનો ગોળ, જૂના ચોખા આદિનો ભાજન પ્રત્યયિક સાદિ વિસસા બંધ થાય છે. તે જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ પર્યત રહે છે. આ ભાજન પ્રત્યયિક બંધ છે. | ९ से किं तं परिणामपच्चइए?
परिणामपच्चइए- जणं अब्भाणं, अब्भरुक्खाणं जहा तइयसए जाव अमोहाणं परिणामपच्चइए णं बंधे समुप्पज्जइ । जहण्णेणं एक्कं समयं उक्कोसेणं छम्मासा। से तं परिणामपच्चइए । से तं साईयवीससाबंधे । से तं वीससाबंधे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પરિણામ પ્રત્યયિક સાદિ વિસસા બંધ કોને કહેવાય છે?
ઉત્તર-હે ગૌતમ! વાદળો, અભ્રવૃક્ષો વાવતું અમોઘો(સૂર્યના ઉદય-અસ્ત સમયે સૂર્યના કિરણોનો એક પ્રકારનો જે આકાર થાય છે તે અમોઘ) આદિના નામ શતક-૩/૭માં કહ્યા છે. તે સર્વનો પરિણામ પ્રત્યયિક બંધ હોય છે. તે બંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ પર્યત રહે છે. આ પરિણામ પ્રત્યયિક બંધ કહ્યો છે. આ સાદિ વિસસા બંધ છે અને આ વિસસા બંધનું વર્ણન પૂર્ણ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બંધના બે ભેદ વિસસા અને પ્રયોગ બંધનું કથન કરીને વિસસા બંધનું સ્વરૂપ અને તેના ભેદ સમજાવ્યા છે. વિસસાબંધ -વિસાવંધે ૧ ત્તિ સ્વભાવસંપન્નતા –વૃિત્તિ).જે બંધ જીવના કોઈ પણ પ્રયોગ વિના સ્વાભાવિક રૂપે થાય તેને વિસસા બંધ કહે છે. તેના બે ભેદ છે. અનાદિ વિસસા બંધ અને સાદિ વિસસાબંધ.
(૧) અનાદિ વિસસાબંધઃ- જે વિસસા બંધની કોઈ આદિ ન હોય તેને અનાદિ વિસસાબંધ કહે છે. તેના ત્રણ ભેદ છે. ધર્માસ્તિકાય અન્યોન્ય વિસસાબંધ, અધર્માસ્તિકાય અન્યોન્યવિસસાબંધ અને આકાશાસ્તિકાય