________________
૨૦૪
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૮ : ઉદ્દેશક-૯ જ સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદ્દેશકમાં બંધના ભેદ પ્રભેદ, બંધક જીવો, બંધનું કારણ, સ્થિતિ, અંતર વગેરે વિષયોનું વિસ્તૃત વિવેચન છે.
બંધના બે પ્રકાર છે. પ્રયોગ બંધ અને વિસસાબંધ.
વિરસા બંધ- જીવના પ્રયત્ન વિના પુગલોનો સહજ રૂપે જે બંધ થાય છે. તેના બે ભેદ છે– અનાદિ વિસસા બંધ, સાદિ વિસસા બંધ. (૧) અનાદિ વિસસાબંધ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશો પરસ્પર સ્પર્શીને રહેલા છે તે અનાદિ વિસસાબંધ છે. (૨) સાદિ વિરાસાબંધજે બંધ સીમિત કાલ માટે પણ સ્વાભાવિક રૂપે થાય તે સાદિ વિસસાબંધ છે. તેના ત્રણ ભેદ છે. ૧. બંધન પ્રત્યયિક- સ્નિગ્ધતા-રૂક્ષતા આદિ ગુણોના નિમિત્તથી થતો પરમાણુઓનો અને સ્કંધનો જે બંધ થાય છે. ૨. ભાજન પ્રત્યયિક– ભાજન=આધાર. તેના નિમિત્તથી થતો બંધ. યથા-ઘડામાં રાખેલી મદિરા કાલક્રમે ઘટ્ટ થઈ જાય છે. ૩. પરિણામ પ્રત્યયિક–પુલના સહજ પરિણમનથી થતો બંધ યથા-વાદળા, મેઘધનુષ આદિ.
પ્રયોગ બંધ - જીવના પ્રયત્નથી થતો બંધ. તેના ત્રણ ભેદ છે– (૧) અનાદિ અપર્યવસિત. આત્માના આઠ રૂચક પ્રદેશોનો બંધ. (૨) સાદિ અપર્યવસિત- સિદ્ધના આત્મ પ્રદેશોનો બંધ. (૩) સાદિ સપર્યવસિત-સાંત.
સાદિ–સાંતના ચાર ભેદ છે– (૧) આલાપન બંધ–ઘાસના ભારાને રસ્સી આદિથી બાંધવો. (૨) આલીન બધ– મીણ, લાખ આદિ કોઈ પણ ચીકણા પદાર્થથી બે પદાર્થોને જોડવા. (૩) શરીરબંધસમુદ્રઘાત અવસ્થામાં આત્મપ્રદેશોને આશ્રિત તૈજસ આદિ શરીરપ્રદેશોનો જે બંધ થાય છે. તેના પુનઃ બે ભેદ છે. ૧. પૂર્વ પ્રયોગ પ્રત્યયિક–વેદનાદિ સમુઘાત સમયે આત્મપ્રદેશોને આશ્રિત તૈજસ-કાર્પણ શરીરનો જે બંધ થાય છે. ૨. પ્રત્યુત્પન્ન પ્રત્યયિક- કેવળી સમુઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે જીવને કાર્પણ કાયયોગ હોય છે. તે સમયે આત્મપ્રદેશાશ્રિત તૈજસ-કાશ્મણ શરીરનો જે બંધ થાય તે પ્રત્યુત્પન્ન બંધ છે. (૪) શરીર પ્રયોગબધ– દારિકાદિ શરીર વ્યાપારના નિમિત્તથી થતો બંધ. પાંચ શરીરની અપેક્ષાએ તેના પાંચ ભેદ છે.
ઔદારિક શરીર પ્રયોગબંધ– ઔદારિક શરીરના વ્યાપારથી થતા બંધને ઔદારિક શરીર પ્રયોગબંધ કહે છે. આ બંધ એકેન્દ્રિયાદિ પાંચે ય જાતિના જીવોને હોય છે. વૈલિય શરીર પ્રયોગ બંધ- વૈક્રિય શરીરના વ્યાપારથી થતા બંધને વૈક્રિય શરીર પ્રયોગ બંધ કહે છે. તે બંધ સમુચ્ચય જીવ, નારકી, દેવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે.