________________
શતક-૮: ઉદ્દેશક-૮
| ૨૦૩ |
गोयमा ! जहा जीवाभिगमे जाव इंदट्ठाणे णं भंते ! केवइयं कालं उववाएणं विरहिए पण्णत्ते ? गोयमा! जहण्णेणं एक्कं समयं ૩#ોલેખ છગ્ગાસ | II લેવ મતે ! સેવ મતે || ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્રાદિ દેવ છે, તે ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયા છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિ અનુસાર કથન કરવું યાવતુ હે ભગવન! ઇન્દ્રસ્થાનનો ઉપપાત-વિરહકાલ કેટલા સમયનો કહ્યો છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસનો વિરહકાલ કહ્યો છે. આ હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ..
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં માનુષોત્તર પર્વતની અંદર અને બહારના ચંદ્ર, સૂર્ય આદિ જ્યોતિષી દેવોના ઉપપાત સંબંધી અને ઇન્દ્રોના ઉપપાત વિરહકાલના વિષયમાં જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક નિરૂપણ કર્યું છે. તેનો સંક્ષિપ્ત ભાવ આ પ્રમાણે છે– અઢીદ્વીપની અંદરના જ્યોતિષી દેવો ગતિશીલ છે. તે પોતાના પ્રકાશથી હજારો યોજનના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. તેનું તાપક્ષેત્ર ઉર્ધ્વમુખી કંદબપુષ્પના આકારે છે. ગતિશીલતાના કારણે તેના તાપમાં તીવ્રતા અને મંદતા થાય છે.
અઢીદ્વિીપની બહારના જ્યોતિષી દેવો સ્થિર છે. તે પોતાના પ્રકાશથી લાખ યોજનના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. તેનું તાપક્ષેત્ર પાકી ઈટના આકારે છે. તેનો તાપ હંમેશાં એક સમાન રહે છે. અઢીદ્વીપની અંદર અને બહારના સર્વ જ્યોતિષી વિમાન એક સરીખા(અદ્ધ કબીઠના) આકારવાળા છે.
છે શતક-૮/૮ સંપૂર્ણ