________________
૨૦૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
શબ્દાર્થઃ- સીયારાસ = સૂડતાલીશ તેવ = ત્રેસઠ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્ય ઊંચે કેટલા ક્ષેત્રને તપાવે છે, નીચે કેટલા ક્ષેત્રને તપાવે છે અને કેટલા તિરછા ક્ષેત્રને તપાવે છે?
ઉત્તર- હે ગૌતમ! સો યોજન ઊંચેના ક્ષેત્રને તપાવે છે. ૧૮૦૦ યોજના નીચેના ક્ષેત્રને તપાવે છે અને ૪૭ર૩ ૨ યોજન તિરછા ક્ષેત્રને તપાવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “ઊધ્વદિ દિશામાં સૂર્ય પ્રકાશના પ્રમાણનું પ્રતિપાદન છે. ઊર્ધ્વ દિશામાં સૂર્ય પ્રકાશ - બંને સૂર્યનો પ્રકાશ ઊંચે ૧00 યોજન સુધી પહોંચે છે. તેઓ પોતાના વિમાનથી ઊંચે તેટલા ક્ષેત્રને તપાવે છે-પ્રકાશિત કરે છે. અધો દિશામાં સૂર્ય પ્રકાશ - બંને સૂર્યોથી ૮00 યોજન નીચે સમપૃથ્વી તલ સુધી અને ત્યાંથી ૧,000 યોજના નીચાણમાં સલિલાવતી અને વપ્રા નામની પશ્ચિમ મહાવિદેહક્ષેત્રની ચોવીસમી અને પચ્ચીસમી વિજય સુધી સૂર્યનો પ્રકાશ પ્રસરે છે. માટે 200 + ૧,000 = ૧,૮00 યોજન અધોક્ષેત્રને તપાવે છે. તિરછી દિશામાં સૂર્ય પ્રકાશ – તિર્યગૂ દિશામાં ૪૭,ર૩-યોજન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. આ કથન દષ્ટિપથની અપેક્ષાએ છે તથા સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર હોય તે અપેક્ષાથી છે. સૂર્ય સર્વ બાહા મંડળ ઉપર હોય ત્યારે ૩૧,૮૩૧ યોજન સુધી તેનો પ્રકાશ ફેલાય છે.
જ્યોતિષ્ક દેવ ઊપપન્નકાદિ - ४५ अंतो णं भंते ! माणुसुत्तरपव्वयस्स जे चंदिम-सूरिय-गहगण-णक्खत्ततारारूवा ते णं भंते ! देवा किं उड्डोववण्णगा, पुच्छा ?
गोयमा ! जहा जीवाभिगमे तहेव णिरवसेस जाव इंदट्ठाणे णं भंते ! केवइयं कालं विरहिए उववाएणं ? गोयमा! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं छम्मासा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ દેવ છે, તે શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર– હે ગૌતમ! જે રીતે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં કહ્યું છે, તે રીતે સંપૂર્ણ કથન કરવું જોઈએ. કાવત્ હે ભગવાન! ઇન્દ્રસ્થાનનો ઉપપાત વિરહ કાલ કેટલો છે? હે ગૌતમ! તેનો ઉપપાત વિરહ કાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો છે. |४६ बाहिया णं भंते ! माणुसुत्तरपव्वयस्स जे चंदिम सूरिय-गहगण-णक्खत्त तारारूवा ते णं भंते ! देवा किं उड्ढोववण्णगा, पुच्छा?