________________
૧૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
एवं वुच्चइ- जंबूद्दीवे णं दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति जाव अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति ?
___गोयमा ! लेस्सापडिघाएणं उग्गमणमुहत्तंसि दूरेय मूले यदीसंति,लेस्साहितावेणं मज्झतियमुत्तसि मूले य दूरे य दीसंति, लेस्सापडिघाएणं अत्थमणमुहुत्तंसि दूरे य मूले यदीसंति; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- जंबूद्दीवेणंदीवे सूरिया उग्गमण- मुहुत्तसि दूरे य मूले दीसंति जाव अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે, એક સરખી ઊંચાઈ પર હોય તો હે ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો ઉદય સમયે દૂર હોવા છતાં નજીક, મધ્યાહ્ન સમયે નજીક હોવા છતાં દૂર અને અસ્ત સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, તેમ કહેવાનું કારણ શું છે?
ઉત્તર- હે ગૌતમ! ઉદય સમયે સૂર્ય (૪૭, ૨૩ યોજન દૂર.) હોવાથી સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત થાય છે અર્થાત્ અતિ દૂરીના કારણે તેનો પ્રકાશ અહીં સુધી મંદ-મંદતમ પહોંચે છે. તેથી તે સુખપૂર્વક જોઈ શકાય છે. આ કારણે જ સૂર્ય દૂર હોવા છતાં નજીક લાગે છે.
| મધ્યાહ્ન સમયે સૂર્ય પ્રાત:કાલની અપેક્ષાએ નજીક (૮00 યોજન) હોય છે. તેથી તેની વેશ્યાનો પ્રતિઘાત થતો નથી અર્થાત્ સૂર્યનું તેજ પ્રચંડ હોય છે. તેથી તે દુર્દર્શનીય થઈ જાય છે આ કારણે જ તે નજીક હોવા છતાં દૂર લાગે છે.
અસ્ત સમયે સૂર્ય દૂર(૪૭, ર૩ યોજન દૂર) હોવાથી સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત થાય છે. અર્થાત્ અતિદૂરીના કારણે તેનો પ્રકાશ અહીં સુધી મંદ-મંદતમ પહોંચે છે. તેથી તે સુખપૂર્વક જોઈ શકાય છે. તેથી જ સૂર્ય દૂર હોવા છતાં નજીક લાગે છે.
આ રીતે હે ગૌતમ ! સૂર્ય તેજના પ્રતિઘાત અને અતિતાપના કારણે સૂર્ય નજીક કે દૂર દેખાય છે. | દ્વાર–૧૦ ||
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દૂરથી અને નજીકથી સૂર્ય દર્શન વિષયક લોક પ્રતીતિ તથા વસ્તુસ્થિતિનું કથન છે.
સમપૃથ્વી અને સૂર્ય વચ્ચે ઊર્ધ્વ અંતર ૮00 મો.નું છે. સૂર્યોદય, સૂર્યાસ્ત કે મધ્યાહ્ન કોઈ પણ સમયે આ અંતર સમાન જ હોય છે પરંતુ ઉદય-અસ્ત સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચે તિરછુ અંતર વધે છે. તે અંતર જઘન્ય ૪૭, ૨૩ યો. હોય છે અને મધ્યાહ્ન સમયે તિરછુ અંતર ન હોવાથી ઊર્ધ્વ અંતર ૮૦૦ યો. જ હોય છે. આ રીતે ઉદય-અસ્ત સમયે સૂર્ય વધુ દૂર અને મધ્યાહ્ન સમયે નજીક હોય છે પરંતુ લેશ્યાના પ્રતિઘાત અને અતિતાપના કારણે વિપરીત પ્રતીતિ થાય છે.