________________
શતક-૮: ઉદ્દેશક-૮
| ૧૯૭ |
અબધકમાં પરીષહ- કોઈ પણ કર્મનો બંધ ન કરનાર ચૌદમા ગુણસ્થાનવર્તી જીવ અબંધક છે. તે જીવોને પૂર્વવતુ વેદનીય કર્મજન્ય ૧૧ પરીષહ હોય છે. એક સમયે નવ પરીષહનું વેદન થાય છે.
કર્મબંધક અને પરીષહ
બંધક
ગુણસ્થાન અષ્ટ કર્મબંધક
૧થી ૩ (ત્રીજું છોડીને) સપ્ત કર્મબંધક (આયુ.ને છોડીને) | ૧થી ૯ સુધી (જ્યારે આયુ બંધ ન હોય ત્યારે) પ કર્મબંધક (આયુ. મોહને છોડીને) | ૧૦મું એક કર્મબંધક (શાતા વેદનીય) ૧૧, ૧૨,૧૩મું અબંધક
૧૪મું ગુણસ્થાન
પરીષહ રર પરીષહ-એક સમયે ૨૦વેદે રર પરીષહ-એક સમયે ૨૦વેદે ૧૪ (મોહનીયજન્ય આઠ છોડીને) ૧૧ (વેદનીયજન્ય) ૧૧ (વેદનીયજન્ય)
સૂર્યદર્શન વિષયક લોકપ્રતીતિ:३५ जंबूद्दीवे णं भंते ! दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति, मज्झतियमुहुर्तसि मूले य दूरे य दीसंति, अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति ?
हंता, गोयमा ! तं चेव जाव दीसंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં બંને સૂર્ય, ઉદયના સમયે દૂર હોવા છતાં શું નજીક દેખાય છે, મધ્યાહ્ન સમયે નજીક હોવા છતાં દૂર દેખાય છે અને અસ્ત સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે?
ઉત્તર- હા, ગૌતમ! બંને સૂર્યો ઉપરોક્ત રીતે નજીક અને દૂર દેખાય છે. ३६ जंबूद्दीवे णं भंते ! दीवे सूरिया उग्गमणमुहुत्तंसि मज्झंतियमुहुत्तंसि य अत्थमणमुहुत्तंसि य सव्वत्थ समा उच्चत्तेणं ?
हंता गोयमा ! तं चेव जाव उच्चत्तेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે શું એક સરખી ઊંચાઈ પર હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! જંબૂદ્વીપમાં બે સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે એક સરખી ઊંચાઈ પર હોય છે. ३७ जइ णं भंते ! जंबूद्दीवे दीवे सूरिया उग्गमणमुहुत्तंसि य मज्झंतियमुहुत्तंसि य अत्थमणमुहुत्तंसि य सव्वत्थ समा उच्चत्तेणं, से केणं खाइ अटेणं भंते !