________________
| ૧૯૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
અષ્ટવિધબંધકમાં પરીષહ - ત્રીજું ગુણસ્થાન છોડીને સાતમા ગુણસ્થાન સુધીના જીવો આયુષ્યકર્મનો બંધ કરતા હોય ત્યારે તે અષ્ટવિધ– આઠ કર્મના બંધક હોય છે. તે જીવોને રર પરીષહ હોય છે. તે બાવીસ પરીષહમાં બે વિરોધી પરીષહનું વેદન એક સાથે થતું નથી માટે સૂત્રમાં વેદન રૂપે બે-બે પરીષહ ન્યૂન કહ્યા છે– યથા છદ્મસ્થ જીવોને માટે શીત અને ઉષ્ણ તથા ચર્યા(ચાલવાનો) અને નિષદ્યા(એક સ્થાને બેસવું) નો પરીષહ પરસ્પર વિરોધી છે. તેથી તે-તે પરીષહોનું વેદન એક સાથે થતું નથી. તે બે યુગલમાંથી એક-એક પરીષહ ન્યૂન કરતાં બે પરીષહ ન્યૂન થાય છે. તેથી એક સમયમાં વીસ પરીષહનું વેદના થાય છે.
ચર્ચા-શય્યાનિષધા પરીષહની વિચારણા :- છદ્મસ્થ જીવોને ચર્યાનો અને શય્યા(સ્થાનની પ્રતિકૂળતા)નો પરીષહ સંકલ્પ વિકલ્પની અપેક્ષાએ એક સાથે હોય શકે છે. તેઓને શય્યાના પરીષહ સમયે પણ ઉત્સુકતાના કારણે વિહાર(ચાલવા)ના પરિણામ તેમજ ચિત્તની ચંચળતા હોય શકે છે. તેથી તે જીવોને ચર્યા અને શય્યાનો પરીષહ સાથે હોય છે. તે જીવોને માટે ચર્યાના પરીષહ સાથે નિષધાનો પરીષહ હોતો નથી. કારણ કે નિષધાનો પરીષહ શૂન્યાગાર વગેરે ભયયુક્ત સ્થાને બેસવા સંબંધી છે અને તે મોહનીયકર્મ જન્ય છે. જ્યારે ચર્યા અને શય્યા પરીષહ વેદનીય કર્મજન્ય છે, માટે તે બંને પરસ્પર વિરોધી થાય છે.
મોહનીયકર્મ ઉપશાંત કે ક્ષય થાય પછી તે વીતરાગીમાં ચંચળતા અને સંકલ્પ વિકલ્પનો અભાવ હોવાથી તેને ચર્યા અને શય્યાનો પરીષહ એક સાથે હોતો નથી. તેઓ તે બેમાંથી કોઈ પણ એક પરીષહનું જ વેદન કરે છે.
સંક્ષેપમાં વીતરાગી જીવોને ચર્યા અને શય્યા પરિષહમાંથી કોઈપણ એક પરીષહનું જ વેદન થાય છે અને છદ્મસ્થ જીવોને ચર્યા અને નિષદ્યા પરિષહમાંથી કોઈપણ એક પરિષહનું જ વેદના થાય છે. બંને પરીષહોનું એકી સાથે વેદન થતું નથી.
સપ્તવિધબંધકમાં પરીષહ - એકથી નવ ગુણસ્થાન સુધીના જીવોને આયુષ્યકર્મનો બંધ થતો ન હોય ત્યારે તે સાતવિધ-સાતકર્મના બંધક હોય છે. તે જીવોને બાવીસ પરીષહ હોય છે. એક સમયે પૂર્વવતુ વીસ પરીષહનું વેદન કરે છે. પવિધબંધકમાં પરીષહ :- દશમા ગુણસ્થાનવર્તી જીવો આયુષ્ય અને મોહનીયકર્મને છોડીને છ કર્મનો બંધ કરે છે. તે પવિધબંધક કહેવાય છે. તે જીવોને મોહનીય કર્મજન્ય આઠ પરીષહ હોતા નથી. માટે ૧૪ પરીષહ હોય છે. તે જીવોને સૂક્ષ્મ લોભનો ઉદય છે પરંતુ તે પરીષહનું કારણ બનતો નથી. તેથી મોહનીય કર્મજન્ય આઠ પરીષહ નથી. તે જીવોને મોહનીય કર્મજન્ય નિષધા પરીષહ નથી. ચર્યા અને શય્યા પરીષહમાંથી કોઈ પણ એક અને શીત-ઉષ્ણ પરીષહમાંથી કોઈ પણ એકનું વેદન કરે છે. આ રીતે એક સમયે બાર પરીષહનું વેદન કરે છે.
એકવિધબંધકમાં પરીષહ - અગિયારમા ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાનવર્તી જીવો માત્ર શાતાવેદનીય કર્મનો બંધ કરે છે. તે એકવિધબંધક છે. તે જીવોને વેદનીય કર્મજન્ય ૧૧ પરીષહ હોય છે. એક સમયે નવ પરીષહનું વેદન કરે છે.