________________
શતક-૮: ઉદ્દેશક-૮
| ૧૯૫ |
ઉત્તર- હે ગૌતમ ! ચૌદ પરીષહ હોય છે, તે એક સાથે બાર પરીષહનું વેદન કરે છે. જે સમયે શીત પરીષહનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી; જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે, તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી. જે સમયે ચર્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે શય્યા પરીષહનું વેદન કરતા નથી. જે સમયે શય્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે ચર્યા પરીષહનું વેદન કરતા નથી. |३२ एक्कविहबंधगस्स णं भंते ! वीयरागछउमत्थस्स कइ परीसहा पण्णता? गोयमा ! एवं चेव जहेव छव्विहबंधगस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકવિધ બંધક(માત્ર શાતાવેદનીય બાંધનારા) વીતરાગ છદ્મસ્થ જીવને કેટલા પરીષહ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ષવિધ બંધકની સમાન ચૌદ પરીષહ હોય છે, એક સમયે બારનું વેદન કરે છે. |३३ एगविहबंधगस्स णं भंते ! सजोगिभवत्थकेवलिस्स कइ परीसहा पण्णत्ता? गोयमा ! एक्कारसपरीसहा पण्णत्ता, णव पुण वेएइ, सेसं जहा छव्विहबंधगस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! એકવિધ બંધક સયોગી ભવસ્થ કેવળીને કેટલા પરીષહ હોય છે? ઉત્તર– હે ગૌતમ! અગિયાર પરીષદ(વેદનીય કર્મજન્ય) હોય છે. તેઓ એક સાથે નવ પરીષહનું વેદન કરે છે. શેષ સંપૂર્ણ કથન પવિધ બંધકની સમાન જાણવું. ३४ अबंधगस्स णं भंते ! अजोगीभवत्थकेवलिस्स कइ परीसहा पण्णत्ता?
गोयमा ! एक्कारस परीसहा पण्णत्ता, णव पुण वेएइ । जं समयं सीयपरीसहं वेएइ णो तं समयं उसिणपरीसह वेएइ, जं समयं उसिणपरीसहं वेएइ णो तं समय सीयपरीसहं वेएइ । जं समयं चरियापरिसहं वेएइ णो तं समयं सेज्जापरीसहं वेएइ, जं समयं सेज्जापरीसहं वेएइ णो तं समयं चरियापरीसहं वेएइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અબંધક(કર્મ નહીં બાંધનારા) અયોગી ભવસ્થ કેવળીને કેટલા પરીષહ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! અગિયાર પરીષહ છે, તે એક સમયે નવ પરીષહનું વેદન કરે છે. જે સમયે શીત પરીષહનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી અને જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે, તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી. જે સમયે ચર્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે શય્યા પરીષહનું વેદન કરતા નથી અને જે સમયે શય્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે ચર્યા પરીષહનું વેદન કરતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કેટલાં કર્મ બાંધનારા જીવોને કેટલા પરીષહનો સંભવ છે, તેનું સ્પષ્ટીકરણ છે.