________________
| ૧૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર- હે ગૌતમ! સાદિ સપર્યવસિત બાંધે છે, અનાદિ સપર્યવસિત બાંધે છે, અનાદિ અપર્યવસિત બાંધે છે, પરંતુ સાદિ અપર્યવસિત બાંધતા નથી.
२० तं भंते ! किं देसेणं देसं बंधइ पुच्छा ? गोयमा ! जहेव इरियावहियाबंधगस्स जाव सव्वेण सव्वं बंधइ ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સાંપરાયિક કર્મનો બંધ શું દેશથી દેશ થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! જે રીતે ઐર્યાપથિક કર્મના સંબંધમાં કહ્યું છે, તે રીતે સાંપરાયિક કર્મના વિષયમાં પણ કહેવું જોઈએ, સાંપરાયિક કર્મબંધ પણ સર્વથી સર્વ બંધ થાય છે. વિવેચન :
સાંપરાયિક કર્મબંધની કાલમર્યાદાને સ્પષ્ટ કરવા સૂત્રકારે ઐર્યાપથિક કર્મબંધની સમાન ચાર વિકલ્પો કર્યા છે. (૧) સાદિ સપર્યવસિત(સાદિ સાંત) - આ ભંગ ઉપશમ શ્રેણીથી પતિત જીવને હોય છે અર્થાતુ જે જીવે પૂર્વે ઉપશમ શ્રેણી કરી હોય તેની અપેક્ષાએ ઘટે છે. ઉપશમ શ્રેણીમાં જીવ ઐર્યાપથિક બંધ કરે છે. ત્યાર પછી તે પુનઃ સાંપરાયિક બંધનો પ્રારંભ કરે છે. તેથી તેની આદિ થાય છે અને ભવિષ્યમાં જ્યારે ઉપશમ કે ક્ષપક શ્રેણી કરશે ત્યારે સાંપરાયિક બંધનો અંત થશે. (૨) સાદિ અપર્યવસિત(સાદિ અનંત) :- આ ભંગ શુન્ય છે. ઉપશમ શ્રેણીથી પતિત થયેલો જીવ સાંપરાયિક બંધની આદિ કરે છે પરંતુ તે જીવ કાલાન્તરમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે તેથી તે બંધ અનંત રહેતો નથી. જે સાંપરાયિક કર્મ બંધની આદિ હોય, તેનો અંત પણ અવશ્ય હોય છે. તેથી સાદિ અનંત ભંગ શૂન્ય છે. (૩) અનાદિ સપર્યવસિત(અનાદિ સાત) - આ ભંગ મોક્ષગામી ભવી જીવને હોય છે. જે જીવે પહેલાં ક્યારે ય શ્રેણી કરી નથી અને હવે ક્ષપક શ્રેણી કરવાનો છે તેનો સાંપરાયિક બંધ અનાદિકાલીન છે અને વીતરાગ અવસ્થાની પ્રાપ્તિ કરશે ત્યારે તેનો અંત થશે. તેથી અનાદિ સાંતનો ભંગ ઘટે છે. (૪) અનાદિ અપર્યવસિત(અનાદિ અનંત) :- આ ભંગ અભવી જીવને હોય છે. અભવી જીવોને સાંપરાયિક બંધ અનાદિકાલીન છે અને અનંતકાલ પર્યત રહેવાનો છે. તેથી તેમાં આ ભંગ ઘટિત થાય છે.
આ રીતે સાંપરાયિક બંધમાં સાદિ અપર્યવસિતને છોડીને શેષ ત્રણ ભંગ ઘટિત થાય છે. સાપરાયિક અને ઐયપથિક કર્મ બંધ :વિગત સાંપરાયિક બંધ
એર્યાપથિક બંધ કારણ કષાય અને યોગ
યોગ બંધ સર્વથી સર્વ
સર્વથી સર્વ બંધક જીવોગતિની અપેક્ષાએ | ચારગતિના જીવો
| મનુષ્યગતિના જીવો