________________
શતક-૮: ઉદ્દેશક-૮
[ ૧૮૯]
હતું, બાંધે છે અને બાંધશે નહીં? (૩) બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે (૪) બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં?
ઉત્તર– હે ગૌતમ ! (૧) કેટલાક જીવોએ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે (૨) કેટલાક જીવોએ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં (૩) કેટલાક જીવોએ બાંધ્યું હતું, બાંધતા નથી અને બાંધશે (૪) કેટલાક જીવોએ બાંધ્યું હતું, બાંધતા નથી અને બાંધશે નહીં.
વિવેચન : -
પ્રસ્તુત સુત્રમાં સાંપરાયિક કર્મબંધની સૈકાલિક વિચારણા કરી છે. ઐર્યાપથિક કર્મબંધના વિષયમાં ત્રિકાલની અપેક્ષાએ આઠ ભંગ કર્યા છે પરંતુ સાંપરાયિક બંધમાં ચાર ભંગ પ્રાપ્ત થાય છે. તેનું કારણ એ છે કે સાંપરાયિક બંધ પ્રત્યેક જીવને અનાદિકાલથી હોય છે. તેથી ભૂતકાલ સંબંધી જ વથી તેના ભંગ સંભવિત નથી. શેષ ચાર ભંગ થાય છે.
(૧) બાંધ્યું હતું. બાંધે છે, બાંધશે :- યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ પૂર્વેના બે સમય સુધી સર્વ સંસારી જીવોમાં આ ભંગ પ્રાપ્ત થાય છે. ભૂતકાળમાં તે જીવે સાંપરાયિક બંધ કર્યો હતો, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં પણ તે જીવ બાંધશે. અભવી જીવોની અપેક્ષાએ પણ પ્રથમ ભંગ ઘટિત થાય છે કારણ કે અભવી જીવો કદાપિ વીતરાગ દશાને પ્રાપ્ત કરવાના નથી; તેથી તે જીવો હંમેશાં સાંપરાયિક કર્મ બાંધે છે.
(૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં:- ભવી જીવો કે જેણે ભૂતકાળમાં સાંપરાયિક કર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધે છે પરંતુ ભવિષ્યમાં મોહનીય કર્મનો નાશ કરશે ત્યારે બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે - ઉપશમ શ્રેણી પ્રાપ્ત અગિયારમા ગુણસ્થાનવર્સી જીવો. તે જીવોએ ભૂતકાળમાં સાંપરાયિક કર્મ બાંધ્યું હતું. વર્તમાનમાં ઉપશાંત મોહ ગુણસ્થાને હોવાથી બાંધતા નથી પરંતુ ભવિષ્યમાં ઉપશમ શ્રેણીનો સમયપૂર્ણ થાય ત્યારે બાંધશે. (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં :- ક્ષપક શ્રેણી પ્રાપ્ત બારમા ગુણસ્થાનવર્તી જીવો. તે જીવોએ મોહનીય કર્મના ક્ષય પૂર્વે સાંપરાયિક કર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં ક્ષીણ મોહ ગુણસ્થાને હોવાથી બાંધતા નથી અને ભવિષ્યમાં તે જીવ મોક્ષે જવાનો હોવાથી બાંધશે નહીં.
સાપરાયિક કર્મબંધની કાલમર્યાદા:|१९ तं भंते ! किं साइयं सपज्जवसियं बंधइ, पुच्छा ?
गोयमा ! साइयं वा सपज्जवसियं बंधइ, अणाइयं वा सपज्जवसियं बंधइ, अणाइयं वा अपज्जवसियं बंधइ, णो चेव णं साइयं अपज्जवसियं बंधइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સાંપરાયિક બંધ સાદિ સપર્યવસિત બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન?