________________
[ ૧૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
एवं जहेव इरियावहियाबंधगस्स तहेव णिरवसेसं जाव अहवा इत्थीपच्छाकडा य पुरिसपच्छाकडा य णपुंसगपच्छाकडा य बंधति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો વેદરહિત એક જીવ અને વેદ રહિત અનેક જીવ, સાંપરાયિક કર્મ બાંધે છે, તો શું સ્ત્રી પશ્ચાદ્ભૂત બાંધે છે, પુરુષ પશ્ચાકૃત બાંધે છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે ઐર્યાપથિક કર્મબંધના વિષયમાં ર૬ ભંગ કહ્યા છે, તે રીતે અહીં પણ કહેવા જોઈએ યાવત્ (અંતિમ ભંગ) અથવા અનેક સ્ત્રી પશ્ચાત્કૃત, અનેક પુરુષ પશ્ચાત્કૃત અને અનેક નપુંસક પશ્ચાત્કૃત બાંધે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાંપરાયિક કર્મબંધક જીવો સંબંધી નિરૂપણ છે.
કષાયના નિમિત્તથી જે કર્મબંધ થાય, તે સાંપરાયિક બંધ છે. ચારે ગતિના જીવો કષાય સહિત હોય છે. તેથી તે દરેક જીવ સાંપરાયિક બંધ કરે છે. મૂળપાઠમાં ચાર ગતિના જીવોની અપેક્ષાએ સાત વિકલ્પોથી પ્રશ્નો પૂછયા છે. નૈરયિક, તિર્યંચ, તિર્યંચાણી, દેવ, દેવી, આ પાંચ તો સદેવ સકષાયી હોવાથી સાંપરાયિક કર્મબંધ કરે છે. મનુષ્ય અને મનુષ્યાણી સકષાયી અવસ્થામાં સાંપરાયિક બંધ કરે છે અને અકષાયી અવસ્થામાં સાંપરાયિક બંધ કરતા નથી. વેદની અપેક્ષાએ છ વિકલ્પ - સ્ત્રી, પુરુષ અને નપુંસકની અપેક્ષાએ પ્રશ્ન છે. તેમાં એક વચન અને બહુવચનમાં સ્ત્રી, પુરુષ, નપુંસક જીવોના છ વિકલ્પ થાય છે. તે જીવો સદા સાંપરાયિક કર્મ બંધ કરે છે કારણ કે તે જીવો સવેદી છે, સવેદી જીવો સકષાયી જ હોય છે. અવેદી-૫ક્ષાત્કત વેદની અપેક્ષાએ ૨વિકલ્પ - ત્રણે વેદ ઉપશાંત કે ક્ષય થઈ ગયા પછી પણ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જીવ સાંપરાયિક બંધ કરે છે. પરંતુ અવેદી જીવોને સાંપરાયિક બંધ અલ્પકાલીન હોય છે. તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ ૨૬ વિકલ્પ થાય છે. તે સર્વ વિકલ્પો ઐર્યાપથિક બંધકના ૨૬ વિકલ્પોની સમાન છે.(જુઓ સૂત્ર-૧૨) સૈકાલિક સાંપરાયિક કર્મબંધ વિચાર:|१८ तं भंते ! किं बंधी बंधइ बंधिस्सइ, बंधी बंधइ ण बंधिस्सइ, बंधी ण बंधइ बंधिस्सइ, बंधी ण बंधइ ण बंधिस्सइ ?
गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी बंधइ ण बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ ण बंधिस्सइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! (૧) શું જીવે સાંપરાયિક કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે? (૨) બાંધ્યું