________________
શતક–૮ : ઉદ્દેશક−૮
૧૮૭
(૩) સર્વથી દેશ બંધ – આત્માના સર્વ પ્રદેશથી કર્મદલિકોના એક દેશનો બંધ. (૪) સર્વથી સર્વ બંધ – આત્માના સર્વ પ્રદેશથી સમગ્ર કર્મદલિકોનો બંધ.
આ ચાર વિકલ્પોમાં કર્મબંધ માટે ચોથો વિકલ્પ(સર્વથી સર્વ બંધ) યોગ્ય છે કારણ કે આત્મા સર્વ આત્મ પ્રદેશોથી, એક સમયમાં ગ્રહણ કરવા યોગ્ય સમગ્ર કર્મદલિકોને ગ્રહણ કરે છે. તેથી શેષ ત્રણ વિકલ્પોથી કર્મબંધ થતો નથી.
સાંપરાયિક બંધક જીવો ઃ
-
१५ संपराइयं णं भंते ! कम्मं किं णेरइओ बंधइ, तिरिक्खजोणिओ बंधइ जाव देवी बंधइ ?
गोयमा ! णेरइओ वि बंधइ, तिरिक्खजोणिओ वि बंधइ, तिरिक्खजोणिणी વિ બંધફ, મળુસ્સો વિ વધર, મનુલ્લી વિ વધ, તેવો વિ બંધ, તેવી વિ ષડ્ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સાંપરાયિક કર્મ નૈરયિક બાંધે છે, તિર્યંચ બાંધે છે, તિર્યંચાણી બાંધે છે, મનુષ્ય બાંધે છે, મનુષ્યાણી બાંધે છે, દેવ બાંધે છે કે દેવી બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈયિક પણ બાંધે છે, તિર્યંચ પણ બાંધે છે, તિર્યંચાણી પણ બાંધે છે, મનુષ્ય પણ બાંધે છે, મનુષ્યાણી પણ બાંધે છે, દેવ પણ બાંધે છે અને દેવી પણ બાંધે છે.
१६ तं भंते ! किं इत्थी बंधइ, पुरिसो बंधइ जाव णोइत्थी णोपुरिसो णोणपुंसगो બંધ ?
गोयमा ! इत्थी वि बंधइ, पुरिसो वि बंधइ जाव णपुंसगा वि बंधंति, अहवा एते य अवगयवेओ य बंधइ, अहवा एते य अवगयवेया य बंधन्ति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સાંપરાયિક કર્મ શું સ્ત્રી બાંધે છે, પુરુષ બાંધે છે યાવત્ નોસ્ત્રી નોપુરુષ નોનપુંસક બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! એક સ્ત્રી પણ બાંધે છે, એક પુરુષ પણ બાંધે છે, એક નપુંસક પણ બાંધે છે અથવા અનેક સ્ત્રીઓ પણ બાંધે અનેક પુરુષો પણ બાંધે છે, અનેક નપુંસકો બાંધે છે અથવા એક અપગતવેદી(અવેદી) બાંધે છે અથવા અનેક અપગતવેદી પણ બાંધે છે.
१७ जइ भंते ! अवगयवेओ य बंधइ, अवगयवेया य बंधंति तं भंते ! किं इत्थीपच्छाकडो बंधइ, पुरिसपच्छाकडो बंधइ, पुच्छा ?