________________
શતક-૮: ઉદ્દેશક-૮.
[ ૧૮૫ ]
૬. બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં :- ક્ષપક શ્રેણી પર સ્થિત જીવ. યથા- તે જીવે પૂર્વે શ્રેણી કરી નથી, તેણે ભૂતકાળમાં બાંધ્યું નથી, વર્તમાન ક્ષેપક શ્રેણીમાં બાંધે છે અને આગામીકાલમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરવાનો છે, તેથી બાંધશે નહીં. ૭. બાંધ્યું નથી, બાંધતો નથી, બાધશે - ભવી જીવ. યથા- તે ભવી જીવે ભૂતકાળમાં કે વર્તમાનમાં શ્રેણીનો સ્પર્શ કર્યો નથી. તેણે ઐર્યાપથિક કર્મ બાંધ્યું નથી, તેમ જ બાંધતો પણ નથી, પરંતુ ભવિષ્યમાં ઉપશમ કે ક્ષપક શ્રેણી કરશે ત્યારે બાંધશે. ૮. બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે નહીં - અભવી જીવ. યથા- તે જીવ ત્રિકાલમાં વીતરાગ દશાને પ્રાપ્ત કરવાના નથી. તેથી તેને ઐપથિક કર્મબંધની સંભાવના નથી. ગ્રહણાકર્ષની અપેક્ષાએ આઠ ભંગનું સ્પષ્ટીકરણ :(૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે - તેરમા ગુણસ્થાનના ચિરમ સમયવર્તી જીવ. તે જીવે ભૂતકાળમાં બાંધ્યું હતું. વર્તમાને બાંધે છે અને આગામી કાલમાં પણ બાંધશે. તેરમાં ગુણસ્થાનના દ્વિચરમ સમય પર્યત પ્રથમ ભંગ ઘટિત થઈ શકે છે. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં - તેરમા ગુણસ્થાનમાં ચરમ સમયવર્તી જીવ. તેણે ભૂતકાળમાં બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધે છે, પરંતુ અયોગી અવસ્થામાં બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે :- ઉપશમ શ્રેણીથી પતિત થયેલા જીવ. તેણે પૂર્વે ઉપશમ શ્રેણીમાં સ્થિત હતા ત્યારે બાંધ્યું હતું, વર્તમાને બાંધતા નથી, પરંતુ તે જ ભવમાં પુનઃ ઉપશમ શ્રેણી કરશે ત્યારે બાંધશે. (એક જીવ એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણી કરી શકે છે). (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં:- ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો. તેણે ભૂતકાળમાં બાંધ્યું હતું, પરંતુ વર્તમાને બાંધતા નથી અને ભવિષ્યમાં બાંધશે નહીં. (૫) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે :- ૧૧ કે ૧રમાં ગુણસ્થાનના પ્રથમ સમયમાં સ્થિત જીવો. તે શ્રેણી પ્રાપ્ત પ્રથમ સમયવર્તી જીવે ભૂતકાળમાં બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધે છે અને તે જીવો અગિયારમા ગુણસ્થાનના અંત સુધી અથવા તેરમા ગુણસ્થાનના અંત સુધી બાંધશે. () બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં :- આ ભંગ શૂન્ય છે. કોઈ પણ જીવમાં એક ભવની અપેક્ષાએ આ ભંગ ઘટી શકતો નથી. બાંધ્યું નથી, બાંધે છે, તે શ્રેણીના પ્રથમના સમયના જીવો હોય શકે. પરંતુ તે જીવો તેરમા ગુણસ્થાનના અંત સમય સુધી અવશ્ય બાંધે છે. તેથી 'બાંધશે નહીં તે ઘટી શકતું નથી. (૭) બાંધ્યું નથી, બાંધતા નથી, બાંધશે - દશમા ગુણસ્થાનના ચરમ સમય પર્યંતના જીવો. તે જીવોએ પૂર્વકાલમાં વીતરાગાવસ્થાનો અનુભવ કર્યો નથી, તેથી તે જીવોએ ઐર્યાપથિક કર્મ બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધતા નથી, પરંતુ ભવિષ્યમાં અગિયારમા કે બારમા સ્થાનનો સ્પર્શ કરશે, ત્યારે બાંધશે. ૮) બાધ્ય નથી, બાંધતા નથી, બાંધશે નહીં :- અભવીની અપેક્ષાએ આ ભંગ છે.