________________
શતક-૮: ઉદ્દેશક-૮
[ ૧૮૩]
પૂર્વપ્રતિપન્ન :- જેણે પહેલા સમયે ઐર્યાપથિક કર્મનો બંધ કર્યો હોય અને દ્વિતીય, તૃતીયાદિ સમયમાં વર્તી રહ્યા હોય તેવા ઐર્યાપથિક કર્મ બંધના તે બંધક જીવોને પૂર્વપ્રતિપન્ન કહે છે. તેવા અનેક જીવો હંમેશાં હોય જ છે, કારણ કે ૧૩મુ ગુણસ્થાન(સયોગી કેવળી) શાશ્વત છે. તેથી તેના ભંગ થતા નથી પ્રતિપધમાનઃ- જે જીવ ઐર્યાપથિક કર્મબંધના પ્રથમ સમયવર્તી છે તેવા ઐર્યાપથિક કર્મબંધનો પ્રારંભ કરનારા જીવને પ્રતિપદ્યમાન કહે છે. તે જીવો ૧૧મા, ૧૨મા ગુણસ્થાને હોય છે. તે ગુણસ્થાન અશાશ્વત હોવાથી તેનો વિરહ સંભવિત છે. તેથી તેમાં એકત્વ અને બહત્વની વિવક્ષાએ ભંગ થાય છે. પછાડ - અપગતવેદી, વેદરહિત અવેદી જીવ. પૂર્વભાવની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે– ૧. સ્ત્રીવેદીથી અવેદી થયેલા– સ્ત્રી પશ્ચાત્કૃત ૨. પુરુષવેદીથી અવેદી થયેલા– પુરુષપશ્ચાત્કૃત ૩. નપુંસકવેદીથી અવેદી થયેલા-નપુંસક પશ્ચાદ્ભૂત. તેના એક વચન અને બહુવચનમાં અસંયોગીના છ ભંગ, દ્વિક સંયોગીના બાર ભંગ અને ત્રિક સંયોગીના આઠ ભંગ થાય છે. આ રીતે કુલ ૨૬ ભંગ થાય છે. જે સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. સૈકાલિક ઐર્યાપથિક કર્મબંધ વિચાર:|१२ तं भंते ! किं बंधी, बंधइ, बंधिस्सइ; बंधी, बंधइ, ण बंधिस्सइ; बंधी, ण बंधइ, बंधिस्सइ; बंधी, ण बंधइ, ण बंधिस्सइ; ण बंधी, बंधइ, बंधिस्सइ; ण बंधी, बंधइ, ण बंधिस्सइ; ण बंधी, ण बंधइ, बंधिस्सइ; ण बंधी, ण बंधइ ण बंधिस्सइ ?
गोयमा ! भवागरिसं पडुच्च अत्थेगइए बंधी, बंधइ, बंधिस्सइ; अत्थेगइए बंधी, बंधइ, ण बंधिस्सइ; एवं तं चेव सव्वं जाव अत्थेगइए ण बंधी, ण बंधइ, ण बधिस्सड.गहणागरिस पडच्च अत्थेगइएबंधी,बंधइ,बंधिस्सइएवं जाव अत्थेगइए ण बंधी, बंधइ, बंधिस्सइ; णो चेव णं ण बंधी, बंधइ, ण बंधिस्सइ; अत्थेगइए ण बंधी, ण बंधइ, बंधिस्सइ । अत्थेगइए ण बंधी, ण बंधइ, ण बंधिस्सइ । શબ્દાર્થ:- વંધી બાંધ્યું હતું બંધ = બાંધશે ભવારિસં = ભવાકર્ષ–અનેક ભવોમાં હારિસ = ગ્રહણાકર્ષ-કર્મદલિકનું ગ્રહણ કરવું. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! (૧) શું જીવે ઐર્યાપથિક કર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં(૩) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે (૪) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં (૫) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે (૬) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં. (૭) બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે (૮) બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે પણ નહીં?
ઉત્તર- હે ગૌતમ! ભવાકર્ષની અપેક્ષાએ કોઈ એક જીવે ઐર્યાપથિક કર્મ (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે. (૨) કોઈ એક જીવે બાંધ્યું, બાંધે છે, બાંધશે નહીં યાવતું (૮) કોઈ એક જીવે બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે નહીં. ઉપર્યુક્ત આઠ ભંગ કહેવા જોઈએ.