________________
[ ૧૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
કર્યો છે. તે આગમજ્ઞાનથી સંયમી જીવનની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારના નિર્ણયને આગમ વ્યવહાર કહે છે. (૨) શ્રત વ્યવહાર :- ઉપરોક્ત આગમ જ્ઞાન સિવાયના આચાર પ્રકલ્પ આદિ અગિયાર અંગશાસ્ત્રના જ્ઞાનને અહીં “શ્રુત'માં સમાવિષ્ટ કર્યા છે. શ્રતથી પ્રવર્તિત વ્યવહારના નિર્ણયને શ્રત વ્યવહાર કહે છે. નવ, દસ અને ચૌદ પૂર્વનું જ્ઞાન શ્રતરૂપ છે પરંતુ તે અતીન્દ્રિય અર્થ વિષયક વિશિષ્ટ જ્ઞાનનું કારણ હોવાથી તેનો સમાવેશ આગમમાં કર્યો છે. તે સિવાયનું જ્ઞાન શ્રત કહેવાય છે. (૩) આશા વ્યવહાર - આગમ અને શ્રુતના અભાવમાં દૂરસ્થિત ગીતાર્થની આજ્ઞાથી કોઈ તત્ત્વનો કે પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવો તે “આજ્ઞા વ્યવહાર” કહેવાય છે. તે માટે વ્યાખ્યા-ગ્રંથોમાં આ પ્રમાણે સમજાવ્યું છે, યથા– બે ગીતાર્થ સાધુ પૃથક દેશમાં વિચરી રહ્યા હોય, તેમાંથી એકનું જંઘાબળ ક્ષીણ થઈ જવાથી વિહાર કરવામાં અસમર્થ હોય, તે દૂરસ્થ ગીતાર્થ સાધુની પાસે અગીતાર્થ સાધુના માધ્યમથી પોતાના દોષની આલોચના આગમની સાંકેતિક ગૂઢ ભાષામાં કહીને અથવા લખીને મોકલે છે અને ગૂઢભાષામાં કહેલી અથવા લખેલી આલોચના સાંભળીને અથવા જાણીને તે ગીતાર્થ મુનિ પણ સંદેશવાહકના માધ્યમથી તેનું પ્રાયશ્ચિત્ત આગમની ગુઢભાષામાં કહીને અથવા લખીને આપે છે. આ પ્રકારે થતો પ્રાયશ્ચિત્ત વ્યવહાર આજ્ઞા વ્યવહાર છે. (૪) ધારણા વ્યવહાર - કોઈ ગીતાર્થ મુનિએ અથવા ગુરુદેવે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ તથા પ્રકારના દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તેની ધારણાથી, તેવા અપરાધને માટે તે પ્રાયશ્ચિત્તનો પ્રયોગ કરવો તે ધારણા વ્યવહાર છે.
ગચ્છના ઉપકારી વડીલ સાધુ જો સંપૂર્ણ છેદ સૂત્રના અભ્યાસને યોગ્ય ન હોય, તો ગુરુદેવ તેને દીર્ઘ દૃષ્ટિથી મહત્વના પ્રાયશ્ચિત્ત પદો શીખવે છે, તે સાધુ પ્રાયશ્ચિત્ત પદોને ધારણ કરી રાખે છે અને તે ધારણા અનુસાર વ્યવહાર કરે છે, તેને ધારણા વ્યવહાર કહે છે. (૫) જીત વ્યવહાર :- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પુરુષ, પ્રતિસેવના, સંહનન, ધૃતિ આદિની હાનિનો વિચાર કરીને, જે પ્રાયશ્ચિત અપાય છે, તે જીત વ્યવહાર છે.
અથવા કોઈ ગચ્છમાં કોઈ વિશેષ પરિસ્થિતિમાં સુત્ર સિવાયની પ્રાયશ્ચિત્ત પ્રદાનની પ્રવૃત્તિ થઈ હોય અને અન્ય સંતો તેનું અનુકરણ કરે તે “જીત વ્યવહાર’ છે અથવા અનેક ગીતાર્થ મુનિઓ દ્વારા કરેલી મર્યાદાને “જીત વ્યવહાર” કહે છે. જે અનેક ગીતાર્થ દ્વારા આચરિત હોય, અસાવધ હોય અને આગમથી અબાધિત હોય છે.
પાંચ પ્રકારના વ્યવહારના ક્રમની સાર્થકતા :- મૂળ પાઠમાં જ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે પાંચ પ્રકારના વ્યવહારમાંથી મુમુક્ષ પાસે જો આગમ હોય તો તેણે આગમથી, તેમાં પણ કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન આદિ પૂર્વ-પૂર્વના અભાવમાં ઉત્તરોત્તરથી વ્યવહાર કરવો જોઈએ. આગમના અભાવમાં શ્રતથી, શ્રુતના અભાવમાં આજ્ઞાથી, આજ્ઞાના અભાવમાં ધારણાથી અને ધારણાના અભાવમાં જીત વ્યવહારથી સંયમ સંબંધી પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યવહારનો નિર્ણય કરવો જોઈએ.