________________
શતક-૮: ઉદ્દેશક-૮
૧૭૭ |
से किमाहु भंते ? आगमबलिया समणा णिग्गंथा ।
इच्चेयं पंचविहं ववहारं जया जया जहिं जहिं, तया तया तहिं तहिं, अणिस्सि- ओवसियं सम्मं ववहरमाणे समणे णिग्गंथे आणाए आराहए भवइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વ્યવહારના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ ! વ્યવહારના પાંચ પ્રકાર છે. યથા– (૧) આગમ વ્યવહાર (ર) શ્રત વ્યવહાર (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર અને (૫) જીત વ્યવહાર.
આ પાંચ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં આગમ વ્યવહાર(કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દસપૂર્વ અથવા નવપૂર્વનું જ્ઞાન) હોય, ત્યારે ત્યાં તેણે આગમ વ્યવહારથી વ્યવહાર(પ્રવૃત્તિનિવૃત્તિરૂપ કાર્યો કરવો જોઈએ. જ્યારે, જ્યાં આગમ વ્યવહાર ન હોય, ત્યાં શ્રુત વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. જ્યારે, જ્યાં શ્રત ન હોય, ત્યાં આજ્ઞા વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. જો આજ્ઞા પણ ન હોય તો જે પ્રકારની ધારણા હોય, તે ધારણાથી વ્યવહાર કરવો જોઈએ. જ્યારે, જ્યાં ધારણા નહોય, ત્યાં જીત વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. આ રીતે ક્રમશઃ પાંચ પ્રકારના વ્યવહારથી વ્યવહાર કરવો જોઈએ, તે આ પ્રમાણે છે– આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત. આ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં જે વ્યવહાર હોય, તેનાથી કાર્ય કરવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! આ પ્રકારના ક્રમનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! શ્રમણોના વ્યવહારના નિર્ણયમાં તેમજ પ્રાયશ્ચિતમાં આગમ જ બલવાન છે. તેની બલવત્તાના કારણે જ તેને પ્રાથમિકતા આપી છે. આ પાંચ પ્રકારના વ્યવહારોમાંથી જે સમયે જે વ્યવહાર હોય, ત્યાં, તેનાથી અનિશ્રિતોપાશ્રિત એટલે રાગ દ્વેષના ત્યાગપૂર્વક, નિષ્પક્ષભાવથી યથાક્રમે પ્રમુખતા આપીને સમ્યક્ પ્રકારે વ્યવહાર કરતા શ્રમણ-નિગ્રંથ તીર્થકરોની આજ્ઞાના આરાધક થાય છે. વિવેચન : -
પ્રસ્તુત બે સુત્રોમાં સાધુ-સાધ્વીને માટે જીવનમાં ઉપયોગી પંચવિધ વ્યવહારો તથા તેની મર્યાદાને નિરૂપણ કર્યું છે.
વહારે :- વ્યવહાર. પ્રસ્તુત સૂત્રગત વ્યવહાર શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) પ્રાયશ્ચિત્તરૂપ
વ્યવહાર (૨) સંયમ સંબંધી પ્રવૃત્તિ અને નિવૃત્તિના નિર્ણયરૂપ વ્યવહાર. (૩) વિવાદાસ્પદ આગમ તત્ત્વોના નિર્ણયરૂપ વ્યવહાર.
૧) આગમ વ્યવહારઃ- જેનાથી વસ્તુ તત્ત્વનું યથાર્થ જ્ઞાન થાય, તેને ‘આગમ' કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દસપૂર્વ અને નવપૂર્વના જ્ઞાનનો આગમમાં સમાવેશ