________________
[ ૧૭ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રત્યેનીક - જે ચોરી આદિ દુષ્કૃત્ય કરીને બંને લોકને બગાડે છે. જે કેવળ ભોગવિલાસમાં જ તત્પર રહે છે. આવી વ્યક્તિઓ પોતાના દુષ્કૃત્યોથી ઈહલોકમાં પણ દંડિત થાય છે અને પરલોકમાં પણ દુર્ગતિને પામે છે.
(૩) સમુહ પ્રત્યેનીક - શ્રમણ સમૂહના ત્રણ પ્રકાર છે– કુલ, ગણ અને સંઘ. એક આચાર્યની સંતતિને કુલ, પરસ્પર ધર્મસ્નેહ રાખનાર કુળના સમૂહને ગણ અને જ્ઞાનદર્શન, ચારિત્રગુણોથી વિભૂષિત સમસ્ત શ્રમણોના સમુદાયને સંઘ કહે છે. કુલ, ગણ કે સંઘથી વિપરીત આચરણ કરનાર ક્રમશઃ કુલ પ્રત્યેનીક, ગણ પ્રત્યેનીક અને સંઘ પ્રત્યેનીક કહેવાય છે.
(૪) અનુકંપા પ્રત્યેનીક - અનુકંપા કરવા યોગ્ય સાધુના ત્રણ પ્રકાર છે. તપસ્વી, બીમાર અને શૈક્ષ. આ ત્રણ પ્રકારના અનુકંપ્ય સાધુઓની આહારાદિ દ્વારા સેવા ન કરનાર, તેમજ તેની પ્રતિકૂળ આચરણ કે વ્યવહાર કરનાર સાધુ ક્રમશઃ તપસ્વી પ્રત્યેનીક, ગ્લાન પ્રત્યેનીક અને શૈક્ષ પ્રત્યેનીક કહેવાય છે.
(૫) શ્રત પ્રત્યેનીક - શ્રતશાસ્ત્રની વિરુદ્ધ કથન કે પ્રચાર કરનાર, શાસ્ત્રનો અવર્ણવાદ કરનાર, શાસ્ત્ર જ્ઞાનને નિરર્થક અથવા દોષયુક્ત કહેનાર શ્રત પ્રત્યેનીક છે. સૂત્ર, અર્થ અને તદુભયની અપેક્ષાએ શ્રતના ત્રણ પ્રકાર છે, તેથી શ્રુત પ્રત્યેનીકના પણ ત્રણ પ્રકાર છે, યથા- સૂત્ર પ્રત્યેનીક, અર્થ પ્રત્યેનીક અને તદુભય પ્રત્યેનીક. (૬) ભાવ પ્રત્યેનીક :- ક્ષાયિકાદિ ભાવોથી પ્રતિકૂળ આચરણ કરનાર ભાવ પ્રત્યેનીક છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે ક્ષાયિકાદિ ભાવ પ્રાપ્તિના સાધન છે, તેથી તેને ભાવ કહે છે. તે સંબંધી મિથ્યા પ્રરૂપણા, અશ્રદ્ધાનો ભાવ, વિરુદ્ધ આચરણ, દોષદર્શન, અવર્ણવાદ આદિ કરવા, તે ભાવ પ્રત્યેનીક પ્રવૃત્તિ છે. તેના ત્રણ પ્રકાર છે– જ્ઞાન પ્રત્યેનીક, દર્શન પ્રત્યેનીક અને ચારિત્ર પ્રત્યેનીક.
વ્યવહારના પ્રકાર :| ७ कइविहे णं भंते ! ववहारे पण्णत्ते?
જોયાવવારે પvuત્ત, તં નહીં-મકાને, યુપ, આMT, ધારણા, जीए । जहा से तत्थ आगमे सिया आगमेणं ववहारं पट्ठवेज्जा; णो य से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्ठवेज्जा । णो य से तत्थ सुए सिया, जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्ठवेज्जा । णो य से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्ठवेज्जा । णो य से तत्थ धारणा सिया; जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्टवेज्जा । इच्चेएहिं पंचहिं ववहारेहिं ववहारं पट्ठवेज्जा; तं जहा- आगमेणं, सुएणं आणाए, धारणाए, जीएणं । जहा जहा से आगमे सुए आणा धारणा जीए तहा तहा ववहारं पट्ठवेज्जा ।