________________
શતક-૮: ઉદ્દેશક-૮
૧૭૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનુકંપાની અપેક્ષાએ પ્રત્યેનીકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અનુકંપાની અપેક્ષાએ પ્રત્યેનીકના ત્રણ પ્રકાર છે. યથા- (૧) તપસ્વી પ્રત્યેનીક (૨) ગ્લાન પ્રત્યેનીક અને (૩) શૈક્ષ પ્રત્યેનીક. | ५ सुयं णं भंते ! पडुच्च कइ पडिणीया पण्णत्ता ? गोयमा ! तओ पडिणीया पण्णत्ता, तंजहा- सुत्तपडिणीए, अत्थपडिणीए, तदुभयपडिणीए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રુતની અપેક્ષાએ પ્રત્યેનીકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! શ્રુતની અપેક્ષાએ પ્રત્યેનીકના ત્રણ પ્રકાર છે. યથા– (૧) સૂત્ર પ્રત્યેનીક (૨) અર્થ પ્રત્યેનીક અને (૩) તદુભય પ્રત્યેનીક.
६ भावं णं भंते ! पडुच्च कइ पडिणीया पण्णत्ता? गोयमा ! तओ पडिणीया पण्णत्ता, तं जहा- णाणपडिणीए, दंसणपडिणीए, चरित्तपडिणीए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! ભાવની અપેક્ષાએ પ્રત્યેનીકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભાવની અપેક્ષાએ પ્રત્યનીકના ત્રણ પ્રકાર છે. યથા– (૧) જ્ઞાન પ્રત્યેનીક (૨) દર્શન પ્રત્યેનીક અને (૩) ચારિત્ર પ્રત્યેનીક. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ અપેક્ષાએ પ્રત્યનીકનું સ્વરૂપ અને તેના પ્રકારનું કથન કર્યું છે. पडिणीयाः-प्रत्यनीकमिव प्रतिसैन्यमिव प्रतिकूलतया ये वर्तन्ते ते प्रत्यनीका उच्यते | પ્રત્યેનીક = પ્રતિ સૈન્ય, હરીફ સેના. હરીફ સેનાની જેમ પ્રતિકુળ આચરણ કરનાર, વિરોધી કે દ્વેષીને પ્રત્યેનીક કહેવાય છે.
(૧) ગુરુ પ્રત્યેનીક - ગુરુ પદ ધારણ કરનાર ત્રણ મહાનુભાવ હોય છે. આચાર્ય, ઉપાધ્યાય અને
સ્થવિર. અર્થના વ્યાખ્યાતા આચાર્ય અને સૂત્રના દાતા ઉપાધ્યાય હોય છે તથા વય, શ્રત અને દીક્ષા પર્યાયની અપેક્ષાએ વૃદ્ધ અને ગીતાર્થ સાધુને સ્થવિર કહે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સ્થવિર મુનિઓના જાતિ આદિથી દોષ જોનાર, તેમનું અહિત કરનાર, તેમનાં વચનોનું અપમાન કરનાર, એકંદરે ગુરુની સાથે પ્રતિકૂળ વ્યવહાર કરનાર ગુરુ પ્રત્યેનીક કહેવાય છે.
(૨) ગતિ પ્રત્યેનીક - મનુષ્યાદિ ગતિની અપેક્ષાએ પ્રતિકુળ આચરણ કરનાર ગતિ પ્રત્યેનીક કહેવાય છે. તેના ત્રણ ભેદ છે. ઈહલોક પ્રત્યેનીક - મનુષ્ય પર્યાયના પ્રત્યનીક. જે પંચાગ્નિ તપ કરનારની જેમ અજ્ઞાનતાવશ ઇન્દ્રિયના વિષયોથી પ્રતિકૂળ આચરણ કરે છે. આ પ્રમાણે કરનાર વ્યક્તિ ઇન્દ્રિય અને શરીરને વ્યર્થ કષ્ટ પહોંચાડે છે અને વર્તમાન ભવને બગાડે છે તેથી તે ઈહલોક પ્રત્યેનીક છે. પરલોક પ્રત્યેનીક - જે આસક્તિભાવથી અશુભકર્મ ઉપાર્જિત કરી પરલોકમાં દુઃખ ભોગવે છે તે પરલોક પ્રત્યેનીક છે. ઉભયલોક