________________
શતક–૮ઃ ઉદ્દેશક−૮
૧૭૯
અભિસ્લિમોવસિયં(અનિશ્રિતોપતિ) :– જ્યારે, જે પરિસ્થિતિમાં, જે પ્રયોજન હોય અથવા જે ક્ષેત્રમાં જે જે વ્યવહાર ઉચિત હોય, તે વ્યવહારનો પ્રયોગ કરવો. અનિશ્રિત એટલે સમસ્ત આશંસા, યશઃકીર્તિ, આહારાદિની લિપ્સાથી રહિત થઈને તથા અનુપાશ્રિત– એટલે વૈયાવચ્ચ કરનાર શિષ્યાદિ પ્રતિ સર્વથા પક્ષપાત રહિત થઈને કરવો જોઈએ અર્થાત્ રાગ દ્વેષ રહિત, સંપૂર્ણ રીતે તટસ્થપણે વ્યવહાર કરવો જોઈએ.
ન
તેમજ કોઈ પણ તત્ત્વના નિર્ણયમાં અથવા પ્રાયશ્ચિત્તમાં શ્રુત પ્રમાણ ઉપલબ્ધ હોય, તો ધારણા કે જીત વ્યવહારનો પ્રયોગ ન કરવો જોઈએ. પાંચે પ્રકારના વ્યવહારના ક્રમનો યથોચિત પ્રયોગ કરનાર આજ્ઞાનો આરાધક થાય છે. પક્ષપાત આદિને આધીન થઈ, યથોચિત ક્રમનું ઉલ્લંઘન કરી, નિર્ણય કરનાર પ્રભુની આજ્ઞાના વિરાધક થાય છે.
ઐપથિક અને સાંપરાયિક બંધઃ
८ कइविहे णं भंते ! बंधे पण्णत्ते ? गोयमा ! दुविहे बंधे पण्णत्ते, तं जहा- इरियावहियबंधे य संपराइयबंधे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બંધના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બંધના બે પ્રકાર છે. યથા– ઐર્યાપથિક બંધ અને સાંપરાયિક બંધ.
વિવેચન :
બંધનું સ્વરૂપ અને પ્રકાર :– મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તથી આત્મામાં એક પ્રકારનું કંપન થાય છે, ત્યારે જે આકાશ પ્રદેશ પર આત્મપ્રદેશ હોય છે, તે જ આકાશ પ્રદેશ પર સ્થિત અનંતાનંત કર્મ પુદ્ગલોનું જીવની સાથે ક્ષીર અને નીરની જેમ બદ્ધ થવું, એકમેક થઈ જવું, તેને બંધ કહે છે. પ્રસ્તુત સૂત્રમાં બંધના બે પ્રકાર વિશેષ વિવક્ષાથી કર્યા છે.
ઐર્યાપથિક બંધ :– કેવળ યોગના નિમિત્તથી થનારા શાતાવેદનીય રૂપ બંધને ઐર્યાપથિક બંધ કહે છે. વીતરાગી સાધકોને યોગજનિત ઐર્યાપથિક બંધ જ હોય છે. તે ૧૧, ૧૨, ૧૩ મા ગુણસ્થાને હોય છે.
સાંપરાયિક બંધ :– સંપરાય = કષાય. કષાયના નિમિત્તથી થનારા બંધને સાંપરાયિક બંધ કહે છે. સરાગી જીવોને કષાયજનિત સાંપરાયિક બંધ હોય છે. તે એકથી દસ ગુણસ્થાન પર્યંત હોય છે. સાંપરાયિક બંધથી જ જીવનું સંસાર પરિભ્રમણ થાય છે.
ઐમાંપથિક બંધક જીવોઃ
९ इरियावहियं णं भंते ! कम्मं किं णेरइओ बंधइ, तिरिक्खजोणिओ बंधइ, તિવિદ્ધનોળિળી બંધર, મનુસ્સો વધર, મનુસ્સી વધ, તેવો બંધ, તેવી વધર ?