________________
૧૭૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
શરીરની અથવા શરીરથી મુક્ત જીવની ગતિ બંધન છેદન ગતિ છે. (૪) ઉપપાત ગતિ:- ઉત્પન્ન થવા રૂપ ગતિને “ઉપપાત ગતિ' કહે છે. તેના ત્રણ ભેદ છે ક્ષેત્ર ઉપપાત, ભવ ઉપપાત અને નોભવોપપાત.
(૧) ક્ષેત્રઉપપાતગતિ- જે ક્ષેત્રમાં નારકી, તિર્યંચાદિ તથા સિદ્ધનાજીવ રહે છે તે ક્ષેત્રમાં ઉત્પન્ન થવા માટેની જે ગતિ થાય તેને ક્ષેત્ર ઉપપાત ગતિ કહે છે. (૨) ભવ ઉપપાત ગતિ- કર્મ સંયોગે નરકાદિ ભવને પ્રાપ્ત કરવા જીવની જે ગતિ થાય તેને ભવઉપપાત ગતિ કહે છે. (૩) નોભવ ઉપપાતગતિ- સિદ્ધ થતા જીવોની ગતિ અને પુદ્ગલોની જે ગતિ હોય છે તેને નોભવઉપપાતગતિ કહે છે.
(૫) વિહાયોગતિ - આકાશ પ્રદેશને સ્પર્શ કરીને કે સ્પર્શ કર્યા વિના આકાશશ્રેણી અનુસાર થતી ગતિને વિહાયોગતિ કહે છે. એક ભવનું આયુષ્ય પૂર્ણ કરી બીજો ભવ પ્રાપ્ત કરવા માટે થતી જીવની ગતિને પણ વિહાયોગતિ કહે છે.
> . શતક-૮/છ સંપૂર્ણ છે (