________________
શતક-૮: ઉદ્દેશક-૭
[ ૧૬૯ ]
આપ અસંયત, અવિરત આદિ વિશેષણ યુક્ત અને એકાંત બાલ છો, કારણ કે આપ ગમનાગમનના સમયે પૃથ્વીકાયિકાદિ જીવોની વિવિધ પ્રકારે હિંસા કરો છો. પરંતુ સમ્યગુદષ્ટિ સંપન્ન સ્થવિરોએ વૈર્યપૂર્વક તેમની ભ્રાંતિનું નિરાકરણ કર્યું કે કોઈ પણ પ્રયોજનવશ અમે અત્યંત યતનાપુર્વક ગમનાગમન કરીએ છીએ, તેથી કોઈ પણ જીવની આંશિક પણ હિંસા અમે કરતા નથી.
તેમજ વનિમણે વનિનાં સિદ્ધાંતાનુસાર ગમ્યમાન ગત આદિ અમે સ્વીકારીએ છીએ. આ રીતે અમારી માન્યતામાં કે આચરણમાં કોઈ પણ વિપરીતતા પ્રતીત થતી નથી. યુક્તિપૂર્વકના પ્રતિવાદથી અન્યતીર્થિકો નિરુત્તર બની ગયા. ગતિ પ્રપાત અને તેના પાંચ ભેદ:२२ कइविहे णं भंते ! गइप्पवाए पण्णत्ते ?
गोयमा ! पंचविहे गइप्पवाए पण्णत्ते, तं जहा- पओगगई, ततगई, बंधण-छेयणगई, उववायगई, विहायगई; एत्तो आरब्भ पयोगपयं णिरवसेसं भाणियव्वं जाव से तं विहायगई ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગતિપ્રપાતના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! ગતિ પ્રપાતના પાંચ પ્રકાર છે. યથા– (૧) પ્રયોગગતિ (૨) તતગતિ (૩) બંધન છેદન ગતિ (૪) ઉપપાત ગતિ અને (૫) વિહાયોગતિ. અહીંથી પ્રારંભ કરીને પ્રજ્ઞાપના સૂત્રનું સોળમું પ્રયોગ પદ સંપૂર્ણ કહેવું જોઈએ યાવત્ આ વિહાય ગતિનું વર્ણન થયું, ત્યાં સુધી કથન કરવું જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક ગતિપ્રપાતના પાંચ પ્રકારનું નિરૂપણ કર્યું છે ગતિપ્રપાતના પાંચ ભેદનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે(૧) પ્રયોગ ગતિઃ- સત્યમન આદિ પંદર પ્રકારના યોગોથી મન વગેરેના પુદ્ગલોની જે ગતિ થાય છે તે પ્રયોગ ગતિ' છે. (૨) તત ગતિ - એક એક કદમ રાખતા જે ક્ષેત્રમંતર પ્રાપ્તિ રૂપ ગમન ક્રિયા થાય છે, તે 'તત ગતિ' કહેવાય છે. આ ગતિનો વિષય-ક્ષેત્ર વિસ્તૃત હોવાથી તેનું ‘તત ગતિ’ તરીકે પૃથક કથન કર્યું છે. અન્યથા 'ચાલવું તે કાયાનો વ્યાપાર હોવાથી તેનો સમાવેશ પ્રયોગગતિમાં થઈ જાય છે. (૩) બંધન છેદન ગતિ :- બંધન છેદનથી થતી ગતિને બંધન છેદન ગતિ કહેવાય છે. જીવથી મુક્ત