________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
|१९ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- तुब्भे णं अज्जो ! रीयं रीयमाणा पुढवि पेच्चेह जाव उवद्दवेह; तएणं तुब्भे पुढविं पेच्चेमाणा जाव उवद्दवेमाणा तिविहं तिविहेणं असंजय जाव एगंतबाला यावि भवइ । ભાવાર્થ - ત્યારે તે સ્થવિર ભગવંતોએ અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! ગમન કરતા તમે પૃથ્વીકાયિક જીવોને દબાવો છો યાવત્ મારવા પર્યંતની પ્રત્યેક ક્રિયા કરો છો. તેથી પૃથ્વીકાયિક જીવોને દબાવતા યાવત્ મારતા તમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, યાવત એકાંત બાલ છો.
२० तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- तुब्भे णं अज्जो ! गम्ममाणे अगए, वीइक्कमिज्जमाणे अवीइक्कते, रायगिह णयरं संपाविउकामे असंपत्ते । ભાવાર્થ - ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- “હે આર્યો! આપના મતમાં ગમ્યમાન સ્થળ અગત, વ્યતિક્રમ્સમાણ – ઉલ્લંઘન કરવામાં આવતું સ્થળ અવ્યતિક્રાન્ત છે અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા પુરુષ અસંપ્રાપ્ત(પ્રાપ્ત નહીં કરેલા) કહેવાય છે”.
२१ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- णो खलु अज्जो ! अम्हं गम्ममाणे अगए, वीइक्कमिज्जमाणे अवीइक्कते, रायगिहंणयरंसंपाविउकामे असंपत्ते; अम्हंणं अज्जो गम्ममाणे गए, वीइक्कमिज्जमाणे वीइक्कते,रायगिहंणयरंसंपाविउकामे संपत्ते; तुब्भंणं अप्पणा चेव गम्ममाणे अगए, वीइक्कमिज्जमाणे अवीइक्कते,रायगिह णयरं संपाविउकामे असंपत्ते । तएणं ते थेरा भगवंतो अण्णउत्थिए एवं पडिहणंति, पडिहणित्ता गइप्पवायं णाम अज्झयणं पण्णवइंसु । ભાવાર્થ - ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! અમારા મતમાં ગમ્યમાન સ્થળ અગત કહેવાતું નથી, વ્યતિક્રમ્સમાણ અવ્યતિક્રાન્ત (ઉલ્લંઘન નહીં કરાયું) તે પ્રમાણે કહેવાતું નથી અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા વ્યક્તિ અસંપ્રાપ્ત કહેવાતા નથી, પરંતુ હે આર્યો ! અમારા મતમાં ગમ્યમાન ગત, વ્યતિક્રમ્સમાણ વ્યતિક્રાન્ત અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છા- વાળા સંપ્રાપ્ત કહેવાય છે.
હે આર્યો! આપના મતમાં ગમ્યમાન અગત, વ્યતિક્રમ્સમાણ અવ્યતિક્રાન્ત, અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા અસંપ્રાપ્ત કહેવાય છે.
આ રીતે તે સ્થવિર ભગવંતોએ અન્યતીર્થિકોને નિરુત્તર કર્યા, નિરુત્તર કરીને ‘ગતિપ્રપાત’ નામનું અધ્યયન પ્રરૂપિત કર્યું. વિવેચન :
પૂર્વની ચર્ચામાં નિરુત્તર અન્યતીર્થિકોએ પુનઃ ભ્રાંતિવશ સ્થવિરો પર અન્ય આક્ષેપ મૂક્યો કે