________________
શતક-૮: ઉદ્દેશક-૭
| | ૧૬૭ ]
परितावेह, किलामेह, उवद्दवेह; तएणं तुब्भे पुढविं पेच्चेमाणा, अभिहणमाणा जाव उवद्दवेमाणा तिविह तिविहेणं असंजय जाव एगतबाला यावि भवह । ભાવાર્થ - ત્યારે તે અન્ય તીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! ચાલતી વખતે તમે પૃથ્વીકાયના જીવોને દબાવો છો, મારો છો, પગથી કચરો છો, ભૂમિ સાથે તેને ઘસડો છો, ચારેબાજુથી એકત્રિત કરો છો, સંઘટિત (સ્પર્શિત) કરો છો, પરિતાપિત કરો છો, કિલામના પહોંચાડો છો, મારણાન્તિક કષ્ટ આપો છો(મારો છો) આ રીતે પૃથ્વીકાયિક જીવોને દબાવાની મારવાની આદિ ક્રિયા કરતા તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત યાવત્ એકાંત બાલ છો. १७ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- णो खलु अज्जो ! अम्हे रीयं रीयमाणा पुढविं पेच्चेमो, अभिहणामो जाव उवद्दवेमो; अम्हे णं अज्जो ! रीयं रीयमाणा कायं वा, जोगं वा, रियं वा पडुच्च देसं देसेणं वयामो, पएसं पएसेणं वयामो; तेणं अम्हे देस देसेणं वयमाणा, पएसं पएसेणं वयमाणा णो पुढविं पेच्चेमो, अभिहणामो जाव उवद्दवेमो; तएणं अम्हे पुढविं अपेच्चमाणा, अणभिहणेमाणा जाव अणुवद्दवेमाणा तिविहं तिविहेणं संजय विरयपडिहयपच्चक्खायपावकम्मा जाव एगंतपंडिया या वि भवामो । तुब्भेणं अज्जो ! अप्पणा चेव तिविहं तिविहेणं असंजय अविरय जाव एगत बाला यावि भवह । ભાવાર્થ - ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! ચાલતી વખતે અમે પૃથ્વીકાયિક જીવોને દબાવતા નથી, હણતા નથી, તેને મારવા પર્વતની કોઈ પણ ક્રિયા કરતા નથી. હે આર્યો! અમે શારીરિક ક્રિયા માટે– લધુનીત, વડીનીત આદિ કાર્યને માટે, યોગને માટે– ગ્લાનાદિની સેવાને માટે, જીવરક્ષારૂપ સંયમને માટે એક સ્થળેથી બીજે જઈએ છીએ, એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જઈએ છીએ, ત્યારે એક સ્થળેથી બીજા સ્થળમાં જતાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતાં, અમે પૃથ્વીકાયિક જીવોને દબાવતા નથી, તેનું હનન કરતા નથી, તેને મારવા પર્યતની કોઈ પણ ક્રિયા કરતા નથી. આ રીતે પૃથ્વીકાયિક જીવોને નહીં દબાવનારા, ઈજા નહીં પહોંચાડનારા, તેને મારવા પર્વતની કોઈ પણ ક્રિયા ન કરનારા અને ત્રિવિધ-ત્રિવિધ સંયત, વિરત યાવત એકાંત પંડિત છીએ. પરંતુ તે આર્યો ! તમે સ્વયં ત્રિવિધ-ત્રિવિધે અસંયત, અવિરત આદિ વિશેષણ યુક્ત એકાંત બાલ છો. १८ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे तिविह तिविहेणं असंजय जाव एगतबाला यावि भवामो ? ભાવાર્થ:- ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! કયા કારણથી અમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત યાવત એકાંત બાલ છીએ ?”