________________
૧% |
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે પૂછ્યું- હે આર્યો ! અમે કયા કારણે અદત્તનું ગ્રહણ કરીએ છીએ યાવત્ અમે એકાંત બાલ છીએ?” |१३ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- तुब्भेणं अज्जो ! दिज्जमाणे अदिण्णे, तं चेव जावगाहावइस्स णं तं, णो खलु तं तुब्भं, तएणं तुज्झे अदिण्णं गेण्हह जाव एगंतबाला यावि भवह । ભાવાર્થ :- સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! આપના મતમાં અપાતો પદાર્થ અપાયો નથી ઇત્યાદિ પૂર્વોક્ત સંપૂર્ણ કથન કરવું યાવત્ તે પદાર્થ ગૃહસ્થનો છે. તમારો નથી. તેથી તમે અદત્ત ગ્રહણ કરો છો યાવતું તેથી તમે એકાંત બાલ છો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અન્યતીર્થિકો અને સ્થવિરોનો સંવાદ છે. જેમાં અન્યતીર્થિકોએ સ્થવિરો પર અદત્તાદાનના ગ્રહણને લઈને એકાંત બાલનો આક્ષેપ મૂક્યો છે, ત્યાંથી સંવાદનો પ્રારંભ થાય છે. સ્થવિરોએ વત્તના ચણિ'નાં સિદ્ધાંતનું અવલંબન લઈ અન્યતીર્થિકોના આક્ષેપનું યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું. તેનું તાત્પર્ય એ છે કે
સાધુને આપવામાં આવી રહેલી વસ્તુ ગૃહસ્થના હાથમાંથી છૂટી જાય ત્યારથી તે દત્ત વસ્તુ સાધુની થઈ જાય છે. માટે તેઓને અદત્તનો દોષ લાગતો નથી. અન્યતીર્થિકો દ્વારા બીજો આક્ષેપ - १४ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- तुब्भे णं अज्जो ! तिविहं तिविहेणं असंजय-अविरय जाव एगंतबाला यावि भवह । ભાવાર્થ - ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! તમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ છો. | १५ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेणं असंजय जाव एगंतबाला यावि भवामो ? ભાવાર્થ :- ત્યારે તે સ્થવિર ભગવંતોએ અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- “હે આર્યો ! અમે કયા કારણથી ત્રિવિધત્રિવિધ અસંયત યાવત્ એકાંત બાલ છીએ”? १६ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- तुब्भे णं अज्जो ! रीय रीयमाणा पुढविं पेच्चेह, अभिहणह, वत्तेह, लेसेह, संघाएह, संघट्टेह,